શું સાચી સાબિત થઇ બાબા વેંગાની ભવિષ્યવાણી, જે ન થવું જોઇતું હતું એ માઇક્રોસોફ્ટ સાથે થયું

Microsoft Outage: શું સાચી સાબિત થઇ બાબા વેંગાની ભવિષ્યવાણી, જે ન થવું જોઇતું હતું એ માઇક્રોસોફ્ટ સાથે થયું

07/19/2024 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

શું સાચી સાબિત થઇ બાબા વેંગાની ભવિષ્યવાણી, જે ન થવું જોઇતું હતું એ માઇક્રોસોફ્ટ સાથે થયું

દુનિયાભરના ઘણા વિન્ડોઝ યુઝર્સને કમ્પ્યુટર ઉપયોગ કરતી વખત અચાનક બ્લૂ સ્ક્રીનની સમસ્યાનો આવી રહી છે, જેના કારણે તેમનું કમ્પ્યુટર બંધ થઇને ઓટોમેટિક રીસ્ટાર્ટ થઇ રહ્યું છે. માઇક્રોસોફ્ટનું કહેવું છે કે આ પરેશાની હાલમાં જ થયેલી ક્રાઉડસ્ટ્રાઇક નામની એન્ટી વાઇરસ કંપનીના હાલના અપડેટને કારણે આવી છે. આ સમસ્યા પર માઇક્રોસોફ્ટનું કહેવું છે કે સાંજે 6 વાગ્યાની આસપાસ તેમની સર્વિસમાં સમસ્યા શરૂ થઇ હતી. અમેરિકાને મધ્ય ક્ષેત્રમાં Azure સર્વિસનો ઉપયોગ કરનારા કેટલાક ગ્રાહકોને સમસ્યા થઇ છે. જો કે, માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ X પર હેશટેગ #CyberAttack ખૂબ ટ્રેન્ડ કરી રહ્યું છે, પરંતુ કંપનીએ સાયબર ઓટેકના દાવાનું ખંડન કર્યું છે. આ મામલે સોશિયલ મીડિયા પર એ પણ ટ્રેન્ડ થવા લાગ્યું છે કે વર્ષો અગાઉ બાબા વેંગાએ જે ભવિષ્યવાણી 2024 માટે કરી હતી તે સાચી સાબિત થતી નજરે પડી રહી છે.


શું હતી 2024 માટે બાબા વેંગાની ભવિષ્યવાણી?

શું હતી 2024 માટે બાબા વેંગાની ભવિષ્યવાણી?

બાબા વેંગા એક નેત્રહિન રહસ્યવાદી હતા, જેમણે ભવિષ્યવાણીઓની એક સીરિઝ છોડી હતી, જે અત્યારે પણ લોકોને આકર્ષિત કરે છે. 9/11 અને બ્રેક્ઝિટ જેવી ઘટનાઓની ભવિષ્યવાણી કરવા માટે જાણીતી 2024 માટે તેમની ભવિષ્યવાણીઓ પણ એટલી જ પરેશાન કરનારી છે. તેમણે ટેક્નોલોજિકલ આપત્તિ, ચિકિત્સા ક્ષેત્રમાં સફળતા, કુદરતી આપત્તિમાં વધારો જેવી બાબતોની ભવિષ્યવાણી કરી હતી. જેમાં ટેક્નોલોજિકલ આપત્તિ સાચી સાબિત થતી જોવા મળી રહી છે.


ટેક્નોલોજિકલ આપત્તિ બાબતે શું કહ્યું હતું?

ટેક્નોલોજિકલ આપત્તિ બાબતે શું કહ્યું હતું?

બાબા વેંગાએ 2024માં મોટી ટેક્નોલોજિકલ આપત્તિની ભવિષ્યવાણી કરી હતી. તેમાં મહત્ત્વપૂર્ણ પાયાના ઢાંચાની પ્રણાલીઓમાં નિષ્ફળતાઓ સામેલ હોય શકે છે, જેનાથી વ્યાપક વિક્ષેપ પડી શકે છે. બાબા વેંગાએ 2024 માટે કરેલી ભવિષ્યવાણી લગભગ સાચી સાબિત થતી નજરે પડી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top