બાંગ્લાદેશની સેનાએ બોર્ડર પર આ વિસ્તારમાં કિલર UAV તૈનાત કર્યા, ભારતીય સેના હાઈ એલર્ટ પર

બાંગ્લાદેશની સેનાએ બોર્ડર પર આ વિસ્તારમાં કિલર UAV તૈનાત કર્યા, ભારતીય સેના હાઈ એલર્ટ પર

12/06/2024 World

SidhiKhabar

SidhiKhabar

બાંગ્લાદેશની સેનાએ બોર્ડર પર આ વિસ્તારમાં કિલર UAV તૈનાત કર્યા, ભારતીય સેના હાઈ એલર્ટ પર

Bangladesh deploys Bayraktar TB2 drones near West Bengal: બાંગ્લાદેશમાં હિંદુઓ સાથે જે થઈ રહ્યું છે તેનાથી ભારતીયોમાં ખૂબ ગુસ્સો છે. ભારત સરકાર આ ઘટનાઓ પર વારંવાર વાંધો ઉઠાવી રહી છે અને મોહમ્મદ યુનુસ સરકાર સામે પોતાની નારાજગી પણ નોંધાવી છે, ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. સંબંધો સુધરવાના બદલે હવે બાંગ્લાદેશે એક નવું કારનામું કર્યું છે. તેણે પશ્ચિમ બંગાળમાં 'ચિકન નેક' વિસ્તાર પાસે ટર્કિશ ડ્રોન તૈનાત કર્યા છે. આ ડ્રોન માનવરહિત એરિયલ વ્હીકલ (UAV) Bayraktar TB2 છે અને બાંગ્લાદેશે આ વર્ષે તુર્કી પાસેથી આવા 12 ડ્રોન ખરીદ્યા છે.


બાંગ્લાદેશમાં ઉગ્રવાદીઓની ગતિવિધિઓ વધી

બાંગ્લાદેશમાં ઉગ્રવાદીઓની ગતિવિધિઓ વધી

સંરક્ષણ બાબતોની વેબસાઈટ ITRW અને ઈન્ડિયા ટૂડેએ સૂત્રોના હવાલે જણાવ્યું છે કે આ ડ્રોન બાંગ્લાદેશની 67મી સેના દ્વારા સર્વિલાં અને ઈન્ટેલિજન્સ માટે ચલાવવામાં આવી રહ્યા છે. આ માહિતી એવા સમયે સામે આવી છે જ્યારે બંગાળની સરહદે પડોશી દેશમાં આતંકવાદી ગતિવિધિઓના અહેવાલો સામે આવી રહ્યા છે.

ઘણા ઇન્ટેલિજન્સ ઇનપુટ્સમાં એવી માહિતી આપવામાં આવી છે કે શેખ હસીના વડાપ્રધાન પદ છોડીને દેશ છોડીને ભાગી ગયા બાદ ઉગ્રવાદીઓની ગતિવિધિઓ વધી છે. આ દરમિયાન સરહદ નજીક બાંગ્લાદેશનું આ પગલું સુરક્ષાની દૃષ્ટિએ ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, જો કે, ભારત પણ તેના પાડોશીના દરેક પગલા પર નજર રાખે છે, એટલે સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top