ભારત રત્ન એવોર્ડ સમારોહ' 2 પૂર્વ વડાપ્રધાન સહિત આ 4 દિગ્ગજોને 'ભારત રત્ન'થી સન્માનિત..! રાષ્ટ્ર

ભારત રત્ન એવોર્ડ સમારોહ' 2 પૂર્વ વડાપ્રધાન સહિત આ 4 દિગ્ગજોને 'ભારત રત્ન'થી સન્માનિત..! રાષ્ટ્રપતિના હસ્તે અવોર્ડ એનાયત

03/30/2024 National

SidhiKhabar

SidhiKhabar

ભારત રત્ન એવોર્ડ સમારોહ' 2 પૂર્વ વડાપ્રધાન સહિત આ 4 દિગ્ગજોને 'ભારત રત્ન'થી સન્માનિત..! રાષ્ટ્ર

Bharat Ratna Award : ભારત રત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આજે રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનમાં અડવાણી સહિત 4 વિભૂતિયોને ભારત રત્નથી સન્માનિત કર્યા છે. ઉલ્લેખનીય છે કે ભારત રત્ન સન્માન મેળવનારા લોકોના નામની જાહેરાત આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પાંચ વિભૂતિયોને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી.


આ વિભૂતીઓને મળ્યો ભારત રત્ન

આ વિભૂતીઓને મળ્યો ભારત રત્ન

આજે રાષ્ટ્રપતિ ભવનમાં દેશના પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ અને કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથને (મરણોત્તર) ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે. આ સિવાય ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને પણ ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 'ભારત રત્ન' સન્માન સમારોહને કારણે રાષ્ટ્રપતિ ભવન ખાતે 'ચેન્જ ઓફ ગાર્ડ' સમારોહનું આયોજન કરવામાં આવશે નહીં.



શું છે ભારત રત્ન એવોર્ડ ?

'ભારત રત્ન' દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. આ એવોર્ડ એવી વ્યક્તિને આપવામાં આવે છે જેણે કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ અને સર્વોચ્ચ સેવા આપી હોય. આ પુરસ્કાર જાતિ, વ્યવસાય, સ્થિતિ અથવા લિંગને ધ્યાનમાં લીધા વિના ઉત્કૃષ્ટ કાર્ય માટે આપવામાં આવે છે. આ એવોર્ડની શરૂઆત 2 જાન્યુઆરી, 1954ના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ સન્માન જીવિત અને મરણોત્તર લોકોને આપવામાં આવે છે. આ સન્માન વર્ષમાં વધુમાં વધુ 3 લોકોને જ આપવામાં આવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top