Bill Clinton: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને હૉસ્પિટલમાં દાખલ કરાયા, જાણો કેવું છે સ

Bill Clinton: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને હૉસ્પિટલમાં દાખલ કરાયા, જાણો કેવું છે સ્વાસ્થ્ય

12/24/2024 World

SidhiKhabar

SidhiKhabar

Bill Clinton: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને હૉસ્પિટલમાં દાખલ કરાયા, જાણો કેવું છે સ

Bill Clinton hospitalized: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમેરિકન સમય અનુસાર સોમવારે બપોરે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 78 વર્ષના બિલ ક્લિન્ટનને તાવના કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફે માહિતી આપી હતી કે કોઈ ઇમરજન્સી નથી.

જોકે, પૂર્વ રાષ્ટ્રપતિના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ એન્જલ યુરેનાએ જણાવ્યું હતું કે ક્લિન્ટનની તબિયત સારી છે. 78 વર્ષીય ડેમોક્રેટિક નેતાને મેડસ્ટાર જ્યોર્જટાઉન યુનિવર્સિટી હૉસ્પિટલમાં કેટલાક પરીક્ષણો અને નિરીક્ષણ માટે દાખલ કરવામાં આવ્યા છે. તેમનું સ્વાસ્થ્ય સારું છે અને તેમની સારી દેખરેખ થઇ રહી છે તેના માટે તેઓ ખૂબ જ આભારી છે.


કમલા હેરિસ માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા

કમલા હેરિસ માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા

અમેરિકામાં તાજેતરમાં પૂર્ણ થયેલી રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં બિલ ક્લિન્ટન ખૂબ જ સક્રિય હતા. તેમણે ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ માટે પ્રચાર પણ કર્યો હતો. પૂર્વ રાષ્ટ્રપતિએ ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શન દરમિયાન સંબોધન પણ કર્યું હતું. ત્યારબાદ ક્લિન્ટને કમલા હેરિસના ખૂબ વખાણ કર્યા હતા.

બિલ ક્લિન્ટને રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી છોડવાના મુશ્કેલ નિર્ણય માટે જો બાઇડેનની પણ પ્રશંસા કરી હતી. ટ્રમ્પ પર નિશાનો સાધતા ક્લિન્ટને કહ્યું હતું કે, 'ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર મેં મેં કરે છે. આગામી વખતે જ્યારે તમે તેને સાંભળો, ત્યારે ધ્યાન આપજો કે તેઓ કેટલી વાર પોતાનો ઉલ્લેખ કરે છે. જોકે હેરિસને ચૂંટણીમાં ટ્રમ્પના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.


વર્ષ 2004માં બાયપાસ સર્જરી કરવામાં આવી હતી

વર્ષ 2004માં બાયપાસ સર્જરી કરવામાં આવી હતી

બિલ ક્લિન્ટને વર્ષ 1993 થી વર્ષ 2001 સુધી યુનાઇટેડ સ્ટેટ્સના 42મા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. ક્લિન્ટને 2001માં વ્હાઇટ હાઉસ છોડ્યા પછીના વર્ષોમાં પૂર્વ રાષ્ટ્રપતિને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે.

લાંબા સમય સુધી છાતીમાં દુઃખાવો અને શ્વાસની પરેશાની બાદ વર્ષ 2004માં તેમણે ક્વોડ બાયપાસ સર્જરી કરાવી હતી. તે વર્ષ 2005માં આંશિક રીતે ખરાબ થયેલા ફેફસાંની સર્જરી માટે હૉસ્પિટલમાં ગયા હતા અને પછી વર્ષ 2010માં તેની કોરોનરી આર્ટરીમાં સ્ટેન્ટની જોડી મૂકવામાં આવી હતી. ત્યારબાદ, 2021માં તેઓ યુરિનરી ઇન્ફેક્શન સંબંધિત સમસ્યાથી ઝઝૂમી રહ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top