મધ્ય પ્રદેશના બુંદેલખંડના મોટા નેતા અને 8 વખતના સાંસદ વીરેન્દ્ર કુમાર ખટીક મોદી 3.0 કેબિનેટમાં મંત્રી બની ગયા છે. ખટીક ટીકમગઢથી સાંસદ છે અને તેઓ પોતાની સાદગીના કારણે ચર્ચામાં રહે છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર રહેલા વીરેન્દ્ર ખટીકે કોંગ્રેસના ઉમેદવાર પંકજ અહિરવારને 4 લાખ કરતા વધુ વૉટથી હરાવી દીધા. મોદી કેબિનેટમાં ત્રીજી વખત વિરેન્દ્ર ખટીકને મંત્રી બનાવવામાં આવ્યા છે. પહેલી વખત વર્ષ 2017માં ખટીક વડાપ્રધાન મોદીના કેબિનેટમાં મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી અને 2021માં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી બનાવવામાં આવ્યા હતા.
વીરેન્દ્ર સિંહ ખટીકનો જન્મ સાગર જિલ્લાના એક ખૂબ જ ગરીબ પરિવારમાં 27 ફેબ્રુઆરી 1954ના રોજ થયો હતો. તેમણે પોતાની મહેનતના બળે સાગર યુનિવર્સિટીથી ડૉક્ટરેટની ઉપલબ્ધિ હાંસલ કરી. અભ્યાસ માટે વીરેન્દ્ર ખટીકને સાઈકલની પંચર બનાવવાથી લઈને ગાડીઓના રિપેરિંગનું કામ કરવું પડ્યું હતું. દિગ્ગજ નેતા આજે પણ પોતાના જૂના અને સંઘર્ષના દિવસોના સ્કૂટર પર સવાર થઈને ક્ષેત્રમાં સામાન્ય જનતાની સ્થિતિ જાણવા નીકળી જાય છે. આ જ કારણ છે કે 1996માં લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ પહોંચેલા વીરેન્દ્ર ખટીકે આજ સુધી ફરીને જોયું નથી.
જન્મ તારીખ: 27 ફેબ્રુઆરી 1954
શૈક્ષણિક યોગ્યતા: MA (અર્થશાસ્ત્ર), P.hd (બાળશ્રમ) ડૉ. હરિસિંહ ગૌર યુનિવર્સિટી, સાગર, મધ્ય પ્રદેશથી શિક્ષણ હાંસલ કર્યું.
તેમણે ડૉ. હરિસિંહ ગૌર યુનિવર્સિટીથી બાળશ્રમમાં P.hd કર્યું છે.
બાળપણથી તેઓ જ RSS કાર્યકર્તા રહ્યા, RSS શાખાના વડા પ્રમુખ રહ્યા
1975માં લોકનાયક જયપ્રકાશ નારાયણ દ્વારા શરૂ કરવામાં આવેલા સંપૂર્ણ ક્રાંતિ આંદોલનમાં સક્રિય ભાગ લીધો
ઇમરજન્સી લાગૂ કરવાના વિરોધમા આંતરિક સુરક્ષા અધિનિયમ (MISA) હેઠળ 16 મહિના સુધી સાગર અને જબલપુર જેલ ગયા.
વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે આંદોલન શરૂ કર્યું અને તેમની મદદ માટે પુસ્તકાલય ખોલ્યું
1982 માં રાજકારણમાં સામેલ થયા અને ત્યારથી ભાજપ દ્વારા શરૂ કરાયેલા રાષ્ટ્રીય, રાજ્ય, સ્થાનિક આંદોલનો અને કાર્યક્રમોમાં સક્રિયપણે જોડાયેલા રહ્યા.
દલિત નેતા વીરેન્દ્ર કુમારે 2024ની લોકસભા ચૂંટણીમાં 8મી વખત મધ્યપ્રદેશના ટીકમગઢ મતવિસ્તારને યથાવત રાખ્યો.