BIG BREAKING : ગુજરાત મંત્રીમંડળમાં અચાનક મોટો ફેરફાર : મુખ્યમંત્રીના ચહેરા વિષે સી.આર. પાટીલની

BIG BREAKING : ગુજરાત મંત્રીમંડળમાં અચાનક મોટો ફેરફાર : મુખ્યમંત્રીના ચહેરા વિષે સી.આર. પાટીલની મોટી જાહેરાત

08/20/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

BIG BREAKING : ગુજરાત મંત્રીમંડળમાં અચાનક મોટો ફેરફાર : મુખ્યમંત્રીના ચહેરા વિષે સી.આર. પાટીલની

પોલિટિકલ ડેસ્ક : ગુજરાત ચૂંટણીને (Gujarat Elections 2022) હવે ત્રણેક મહિના છેટી છે ત્યારે આજે અચાનક ભાજપે (BJP) દિગ્ગજ મંત્રીઓના ખાતામાં મોટો ફેરબદલ કરીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે! એક વાર આખું મંત્રીમંડળ બદલી નાખ્યા બાદ ભાજપ મોવડીમંડળે ફરી એક વાર આવું પગલું કેમ ભર્યું, એ વિષે હવે જાતજાતની અટકળો લગાવવામાં આવી રહી છે


પૂર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદીના ખાતા પરત લેવાયા

પૂર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદીના ખાતા પરત લેવાયા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં ફેરબદલના મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ  ગુજરાતના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગનો હવાલો પરત લેવાયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ નિર્ણય લીધો છે. ભુપેન્દ્ર પટેલે મહેસુલ અને માર્ગ અને મકાન વિભાગ પોતાની પાસે રાખ્યા છે, જયારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મહેસુલ રાજ્યમંત્રી તરીકેનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે તેમજ મંત્રી જગદીશ પંચાલને માર્ગ અને મકાન વિભાગના રાજ્યમંત્રીનો વધારાનો ચાર્જ આપાવમાં આવ્યો છે.


હવે રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસે કયા ખાતા રહેશે?

હવે રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસે કયા ખાતા રહેશે?

હવેની પરિસ્થિતિમાં રાજેન્દ્ર ત્રિવેદી પાસે કાયદો અને ન્યાયતંત્ર, આપત્તિ વ્યવસ્થાપન, તેમજ વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગો રહેશે. જ્યારે પૂર્ણેશ મોદી પાસે વાહન વ્યવહાર, નાગરિક અને ઉડ્ડયન, તેમજ પ્રવાસન અને યાત્રાધામ.... આ ત્રણ વિભાગો રહ્યા છે.


મુખ્યમંત્રીના ચહેરા અંગે સી.આર. પાટીલે શું કહ્યું?

મુખ્યમંત્રીના ચહેરા અંગે સી.આર. પાટીલે શું કહ્યું?

આ વર્ષે યોજાનારી ચૂંટણીમાં ભાજપ મુખ્યમંત્રીના ચહેરા તરીકે કોણે પ્રોજેક્ટ કરશે, એ પ્રશ્નનો ઉત્તર જાણવાની બધાને તાલાવેલી છે. હાલ પૂરતો આ પ્રશ્નનો ઉત્તર મળી ગયો હોય એમ લાગે છે. આજે સુરતમાં એક મિડીયા ચેનલ સાથેની વાતચીત દરમિયાન ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને ખાનગીમાં ‘સુપર સીએમ’ તરીકે જાણીતા સી.આર. પાટીલે કહ્યું હતું કે આગામી ચૂંટણીઓમાં શ્રી ભુપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રીનો ચહેરો હશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top