ભાજપે મોટી તક ઝડપી..' નીતિશને ગઠબંધનમાં પાછા લેવા એક મોટી શરત..! ફસાઈ ગયા બિહાર CM? હવે શું?

ભાજપે મોટી તક ઝડપી..' નીતિશને ગઠબંધનમાં પાછા લેવા એક મોટી શરત..! ફસાઈ ગયા બિહાર CM? હવે શું?

01/25/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

ભાજપે મોટી તક ઝડપી..' નીતિશને ગઠબંધનમાં પાછા લેવા એક મોટી શરત..! ફસાઈ ગયા બિહાર CM? હવે શું?

બિહારમાં RJD-JDU અણબનાવની ખબરો વચ્ચે ફરી એક વાર ભાજપ સક્રિય બન્યુ છે. નીતિશ કુમાર ગમે ત્યારે લાલુ સાથે છેડો ફાડી શકે છે અને આવી સ્થિતિમાં ભાજપને મોટી તક સાંપડી શકે છે. સૂત્રોનો દાવો છે કે ભાજપે નીતિશ કુમારને એનડીએમાં પાછા લેવા માટે એક મોટી શરત મૂકી છે. ભાજપે સ્પસ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો નીતિશ કુમાર એનડીએમાં પાછા આવવા માંગતા હોય તો તેમણે સીએમ પદ છોડવું પડશે. એટલે ભાજપ આ વખતે નીતિશને જેમતેમ નથી લેવા માગતો આ માટે તેણે આકરી શરત મૂકી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બે વાર આવું કરી ચૂક્યાં છે. પહેલા ભાજપ સાથે સરકાર, પછી ભાજપમાંથી નીકળીને આરજેડી સાથે ફરી પાછા આરજેડીમાંથી નીકળીને ભાજપ સાથે આવું નીતિશ ઘણી વાર કરી ચૂક્યા છે.


વિધાનસભા ભંગ પણ કરી શકે

ભાજપ નીતિશ કુમારને એનડીએ ગઠબંધનમાં ફક્ત ત્યારે જ લેવા તૈયાર છે કે જ્યારે સીએમ પદ મળે. સૂત્રોનો દાવો છે કે ભાજપે આકરી શરત મૂકી હોવાથી નીતિશ કુમાર વિધાનસભા ભંગ કરવાની રાજ્યપાલને ભલામણ કરી શકે છે. નીતિશ કુમાર કાનૂની સલાહ લઈ રહ્યાં હોવાનું પણ કહેવાઈ રહ્યું છે


રોહિણી આચાર્યે શું ટ્વિટ કર્યાં

રોહિણી આચાર્યે શું ટ્વિટ કર્યાં

બિહારની રાજનીતિમાં ફરી એક વાર મોટો ટ્વિસ્ટ આવવા પર છે. ત્યારે આરજેડી અને જેડીયુની લડાઈમાં લાલુની દીકરી રોહિણી આચાર્યે ઘી હોમ્યું છે. સિંગાપુરમાં રહેતી લાલુની પુત્રી રોહિણી આચાર્યે 3 ટ્વિટ કરીને રાજનીતિમાં ખલબલી મચાવી દીધી છે. રોહિણીએ શાયરીભરી ભાષામાં 3 ટ્વિટ કર્યાં હતા. જોકે ટ્વિટ વાયરલ થઈ જતાં તેમણે ડિલિટ કરી દીધાં હતા. પરંતુ તેમણે જે કહેવાનું હતું એ કહી દીધું હતું.

પહેલા ટ્વિટમાં તેમણે લખ્યું કે, 'ઘણી વાર કેટલાક લોકો પોતાની ખામીઓ જોઈ નથી શકતા, પરંતુ બીજા પર કિચડ ઉછાળવાનું કામ કરે છે.' બીજા ટ્વિટમાં કહ્યું કે, 'ખીજ દેખાડો શું થશે જ્યારે કોઈ આપણું ન બન્યું. વિધિનું વિધાન કોણ ટાળી શકે.' ત્રીજા ટ્વિટમાં કહ્યું કે, 'સમાજસેવી હોવાનો દાવો એ જ કરે છે જેની વિચારધારા હવાની જેમ બદલાય છે.' 



નીતિશ કુમાર માનવા લાગ્યાં કેન્દ્રનો આભાર

નીતિશ કુમાર માનવા લાગ્યાં કેન્દ્રનો આભાર

લોકસભા ચૂંટણી પહેલા નીતિશ ફરીવાર એનડીએમાં જોડાય તેવા સમીકરણો સર્જાયા છે. કેન્દ્ર સરકારે બિહારના સમાજસેવી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાનું એલાન કર્યું હતું. ભારત રત્નના એલાનને જેડીયુએ-એનડીએ સાથે જોડવાનું સમીકરણ ચાલી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી નીતિશના ગઠબંધનના સાથી આરજેડી સાથે સંબંધો વણસી રહ્યાં છે. અને તેમનો ભાજપ તરફી ઝૂકાવ વધી રહ્યો છે. આજની ઘટનાએ તેનો સ્પસ્ટ સંકેત આપ્યો છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top