'LPG સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી, ગર્ભવતી મહિલાઓને..', દિલ્હી માટે ભાજપનું ઘોષણા પાત્ર આવ્ય

'LPG સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી, ગર્ભવતી મહિલાઓને..', દિલ્હી માટે ભાજપનું ઘોષણા પાત્ર આવ્યું સામે

01/17/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

'LPG સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી, ગર્ભવતી મહિલાઓને..', દિલ્હી માટે ભાજપનું ઘોષણા પાત્ર આવ્ય

BJP Manifesto: ભારતીય જનતા પાર્ટી (BJP)એ આજે ​​શુક્રવારે (17 જાન્યુઆરી, 2025) દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે પોતાનો ઢંઢેરો બહાર પાડ્યો. ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે દિલ્હીની મહિલાઓ માટે મહિલા સમૃદ્ધિ યોજના માટે દર મહિને 2500 રૂપિયાનું બિલ પ્રથમ કેબિનેટમાં પસાર કરવામાં આવશે. LPG સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી મળશે.

ભાજપનો દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટેનો ઢંઢેરો

મહિલા સમૃદ્ધિ યોજના માટે દર મહિને 2500

LPG સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી મળશે.

હોળી અને દિવાળી પર એક વધારાનો સિલિન્ડર મળશે.

માતૃત્વ સુરક્ષા યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 21000 રૂપિયા આપવામાં આવશે.

ગર્ભવતી મહિલાઓને 6 ન્યૂટ્રિશનલ કીટ અલગથી આપવામાં આવશે.

5 લાખ રૂપિયા સુધીનો વધારાનો આરોગ્ય વીમો આપવામાં આવશે.

આયુષ્યમાન ભારત યોજનાને દિલ્હીમાં લાગૂ કરાશે.

અટલ કેન્ટિન યોજનાને લોન્ચ કરીશું. ઝુપડપટ્ટીમાં 5 રૂપિયામાં રાશન આપવામાં આવશે.

વરિષ્ઠ નાગરિકોને 3000 રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવશે.

મોહલ્લા ક્લિનિકમાં ભ્રષ્ટચારની તપાસ થશે.


જેપી નડ્ડાએ શું કહ્યું કહ્યું

જેપી નડ્ડાએ શું કહ્યું કહ્યું

જેપી નડ્ડાએ કહ્યું કે, "અમે બધા વિભાગોનો સંપર્ક કર્યો. અમને 1 લાખ 80 હજાર સૂચનો મળ્યા. 12 હજાર લોકોનો સંપર્ક કરવામાં આવ્યો છે. સંકલ્પ પત્ર 3 ભાગમાં હશે. હું આજે પહેલો ભાગ પ્રકાશિત કરી રહ્યો છું. બીજો અને ત્રીજો ભાગ પછીથી આવશે. આમ આદમી પાર્ટી (AAP) દ્વારા 2018થી દિલ્હીના 51 લાખ લોકોને આયુષ્માન ભારત યોજનાથી વંચિત રાખવામાં આવ્યા છે. અમે પ્રથમ કેબિનેટમાં દિલ્હીમાં આયુષ્માન યોજના લાગૂ કરીશું.

અમે દિલ્હી સરકાર તરફથી 5 લાખ રૂપિયાનું વધારાનું કવર આપીશું. દિલ્હીના લોકોને કેન્દ્ર દ્વારા 5 લાખ રૂપિયા અને રાજ્ય સરકાર દ્વારા 5 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો આપવામાં આવશે. આયુષ્માન ભારત યોજના હેઠળ દિલ્હીના લોકોને કુલ 10 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો મળશે.

શાસક પક્ષ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા ભાજપ ચીફે કહ્યું કે, "હું આરોગ્ય મંત્રી તરીકે બોલી રહ્યો છું. તેમનું મોહલ્લા ક્લિનિક ભ્રષ્ટાચારનો અડ્ડો છે. 300 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. 100 કરોડ રૂપિયાના દવાઓના કોન્ટ્રાક્ટને રદ કરવામાં આવ્યો છે." મુખ્યમંત્રીના નજીકનાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. તપાસ થશે અને બધાને જેલમાં ધકેલી દેવામાં આવશે. સંજીવની યોજના તેમની સરકારને બચાવવા માટે એક જીવનરેખા છે. વરિષ્ઠ નાગરિકો માટે અમારી સરકાર 60 થી 70 વર્ષની વૃદ્વો માટે પેન્શન 2000 રૂપિયાથી વધારીને 2500 રૂપિયા કરશે.  70 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પેન્શન 2500 રૂપિયાથી વધારીને 3000 રૂપિયા કરવામાં આવશે."


2014અને 2019માં 95 ટકાથી વધુ વચનો પૂરા થયા'

2014અને 2019માં 95 ટકાથી વધુ વચનો પૂરા થયા'

આ દરમિયાન તેમણે કહ્યું, "મોદીની ગેરંટીનો અર્થ એ છે કે ગેરંટી પૂર્ણ થશે. હું જે કહીશ અને જે કહ્યું હતું તે કરીશ. મેં જે કહ્યું છે તે કર્યું છે અને મેં જે નથી કહ્યું તે પણ કર્યું છે. મેં 500 વચનો આપ્યા હતા. 2014માં, જેમાંથી 499 પૂરા થયા. 99.9 ટકા. 2019માં આપેલા વચનોમાંથી 95.5 ટકા પૂરા થયા. અમે કરેલા બધા સંકલ્પો પૂર્ણ કર્યા છે. આજે 25 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવી ગયા છે. દિલ્હીમાં જન કલ્યાણની આ યોજનાઓ ચાલી રહી છે અને ચાલુ રહેશે."


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top