બિલ ગેટ્સ મહાકુંભમાં પહોંચ્યા? સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો, જાણો વાયરલ દાવાની સત્યતા
શું માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ ચૂપચાપ પ્રયાગરાજમાં થઇ રહેલા ભવ્ય મહાકુંભમાં પહોચ્યા છે? આમ તો મહાકુંભમાં મોટી-મોટી હસ્તીઓનું આવવું કોઇ નવી વાત નથી. એપલના કો-ફાઉન્ડર સ્ટીવ જૉબ્સની પત્ની લૉરેન પૉવેલ જૉબ્સ વિશેના સમાચાર તો તમે વાંચ્યા જ હશે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને શેર કરતા કેટલાક લોકો કહી રહ્યા છે કે, 'જુઓ બિલ ગેટ્સ પણ કઇ રીતે મહાકુંભમાં પહોચી ચૂક્યા છે.
તો પિંકવિલા અને જાણીતા પેપરાજી વિરલ ભાયાણીએ આ વીડિયો શેર કરતા લખ્યું કે, 'મહાકુંભ વચ્ચે બિલ ગેટ્સ કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરતા નજરે પડ્યા.' વીડિયોમાં વિદેશીઓનું એક ગ્રુપ એક ઇમારતના છજ્જા પર ઊભું છે. તેમાંથી એક વ્યક્તિ કાલા ચશ્મા અને કમીઝ-પેન્ટ પહેરીને છે, જેને લોકો બિલ ગેટ્સ કહી રહ્યા છે. ફેક્ટ ચેક કરતા જાણવા મળ્યું કે આ વીડિયો નવેમ્બર 2024નો છે, જેને કાશીના મણિકર્ણિકા ઘાટ પર બનાવવામાં આવ્યો હતો. સાથે જ વીડિયોમાં નજરે પડી રહેલી વ્યક્તિ બિલ ગેટ્સ નથી, પરંતુ એક વિદેશી પર્યટક છે.
વીડિયોના કીફ્રેમ્સને રીવર્સ સર્ચ કરવા પર અમને 24 ડિસેમ્બર 2024નો એક યુટ્યુબ વીડિયો મળ્યો છે. તેને ગુલ્લક નામની એક ચેનલે અપલોડ કર્યો હતો. જેના કેપ્શનમાં અંગ્રેજીમાં લખ્યું છે, 'બિલ ગેટ્સ જેવો દેખાતો વ્યક્તિ.' આ વીડિયોની પાછળ એક વ્યક્તિ બોલે છે, 'અત્યારે તમને એક વસ્તુ બતાવી રહ્યા છીએ, તમે તેને ઓળખો કોણ છે?' અને પછી હસતા કહે છે 'બિલ ગેટ્સ છે અને તેઓ અહીં આવી ચૂક્યા છે, કાશી વિશ્વનાથ અને સાથે આ આપણા ભાઇ છે અને તેઓ રશિયામાં રહેવા લાગ્યા છે. હવે રશિયન થઇ ચૂક્યો છે.' વીડિયો જોઇને સ્પષ્ટ થયા છે કે વીડિયો માત્ર મજાકમાં બનાવવામાં આવ્યો હતો.
એક ચેનલે 15 જાન્યુઆરીયે એક તસવીર પોસ્ટ કરી હતી. એ તસવીરને રીવર્સ કરવા પર અમને ઇન્સ્ટાગ્રામ પર એક રીલ મળી. એજ એકાઉન્ટના માધ્યમથી અમને અનિલ યાદવ નામના એક વ્યક્તિનો ફોન નંબર મળ્યો. અનિલ યાદવે અમને જણાવ્યું કે બિલ ગેટ્સ વાળો વીડિયો તેના ભાઇ દિપાંકરે બનાવ્યો છે. તો દિપાંકરે જણાવ્યું કે, તે લાખનૌનો રહેવાસી છે અને નવેમ્બર 2024માં તે કાશી ફરવા ગયો હતો.
આ દરમિયાન મણિકર્ણિકા ઘાટ પર તેણે વિદેશીઓનું એક ગ્રુપ જોયું. જેમાંથી એક વ્યક્તિ બિલ ગેટ્સ જેવો દેખાતો હતો. એટલે તેણે મજાકમાં આ વીડિયો બનાવી દીધો. તેણે એમ પણ કહ્યું કે, આ વ્યક્તિ સાથે કોઇ સુરક્ષાકર્મી પણ નહોતો અને તે બેસ એક સામાન્ય વ્યક્તિ હતો. હવે તેના પરથી સ્પષ્ટ થયા છે કે વાયરલ વીડિયોમાં નજરે પડી રહેલી વ્યક્તિ અબજપતિ બિલ ગેટ્સ નહી, પરંતુ એક સામાન્ય વિદેશી પર્યટક છે. જો બિલગેટ્સ હકીકતમાં ભારતમાં આવતા અને કુંભમાં જતા તો તેની દેશ-વિદેશમાં ચર્ચા થતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp