સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની અટકાયત, પોલીસ સ્ટેશન લઇ જવાયો

સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની અટકાયત, પોલીસ સ્ટેશન લઇ જવાયો

01/17/2025 Glamour

SidhiKhabar

SidhiKhabar

સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની અટકાયત, પોલીસ સ્ટેશન લઇ જવાયો

Saif Ali Khan: અભિનેતા સૈફ અલી ખાન પર તેમના ઘરમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સૈફ અલી ખાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ તેને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે મુંબઈ પોલીસે આ કેસમાં એક વ્યક્તિની અટકાયત કરી છે. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે અને પૂછપરછ માટે બાંદ્રા પોલીસ સ્ટેશન લઈ જવાયો છે. પોલીસ દ્વારા તાજેતરમાં અટકાયતમાં લીધેલા શંકાસ્પદ વ્યક્તિની બાંદ્રા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. ન્યૂઝ એજન્સી ANIએ એક વીડિયો પણ શેર કર્યો છે. જેના પર લોકો રિએક્ટ કરી રહ્યા છે.


સોશિયલ મીડિયા યુઝર્સ બોલ્યા- આ તો બલિનો બકરો

સોશિયલ મીડિયા યુઝર્સ બોલ્યા- આ તો બલિનો બકરો

મનોજ જોશી નામના વેરિફાઇડ એકાઉન્ટ પરથી કમેન્ટ કરવામાં આવી છે કે તેને બલિનો બકરો બનાવવામાં આવ્યો છે. ગણેશન નામના વેરિફાઇડ એકાઉન્ટ દ્વ્રા પણ કંઇક આવી જ કમેન્ટ આવી છે. તેણે લખ્યું કે 'તે એ માણસ નથી લાગતો. મને લાગે છે કે તે એક નિર્દોષ વ્યક્તિ છે જેને ફસાવવામાં આવી રહ્યો છે.' એક અન્ય યુઝરે કમેન્ટ બે તસવીર શેર કરતાં લખ્યું કઈ જ મેચ થતું નથી. બલીનો બકરો. 

તો પોલીસે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. પોલીસનું કહેવું છે કે આ શંકાસ્પદ CCTVમાં દેખાતો આરોપી નથી, પરંતુ અમે સંપૂર્ણ તપાસ કરીશું.


સૈફના શરીર પર 6 ઘા

સૈફના શરીર પર 6 ઘા

લીલાવતી હૉસ્પિટલના COO ડૉ. નીરજ ઉત્તમાનીએ સૈફ અલી ખાનની સ્થિતિ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. તેમણે જણાવ્યું છે કે સૈફ અલી ખાન પર તેમના ઘરે એક અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો હતો. તેમને છરી વગેરે જેવી તીક્ષ્ણ વસ્તુથી 6 ઈજાઓ થઈ છે, જેમાંથી 2 ઊંડા છે અને એક તેમના કરોડરજ્જુની નજીક છે.

મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં સૈફ અલી ખાનની સર્જરી કરવામાં આવી હતી અને તેમના શરીરમાંથી છરી અથવા બ્લેડનો એક ભાગ કાઢવામાં આવ્યો હતો. જો તે હજું થોડે ઊંડે ગયો હોત તો સૈફના જીવને જોખમ હતું. હૉસ્પિટલના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, છરીનો હુમલો કરોડરજ્જુના હાડકાંથી થોડે દૂર કરવામાં આવ્યો હતો. એવામાં, જો છરી થોડી વધુ ઊંડી ગઈ હોત, તો સ્નાઇન ફ્લૂઇડ લીક થવાની શક્યતા વધી ગઈ હોત. આવી સ્થિતિમાં, સૈફ અલી ખાનનો જીવ જોખમમાં મુકાઇ શકતો હતો અથવા તેની અસર તેમના શરીર પર પણ થઈ શકતી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top