દિલ્હીના પ્રશાંત વિહારમાં વિસ્ફોટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, પોલીસ ઘટનાસ્થળે પહોંચી

દિલ્હીના પ્રશાંત વિહારમાં વિસ્ફોટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, પોલીસ ઘટનાસ્થળે પહોંચી

11/28/2024 National

SidhiKhabar

SidhiKhabar

દિલ્હીના પ્રશાંત વિહારમાં વિસ્ફોટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, પોલીસ ઘટનાસ્થળે પહોંચી

Delhi Prashant Vihar Blast: દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં વિસ્ફોટના સમાચાર મળી રહ્યા છે. દિલ્હી પોલીસને સવારે લગભગ 11:48 વાગ્યે વિસ્ફોટ અંગેનો ફોન આવ્યો હતો, ત્યારબાદ તરત જ મોટી સંખ્યામાં પોલીસ દળોને ઘટનાસ્થળ પર મોકલવામાં આવ્યા હતા. સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

જેવો વિસ્ફોટ થયો, વિલંબ કર્યા વિના સ્થાનિક લોકોએ પોલીસ કંટ્રોલ રૂમને તેની જાણ કરી. તેમને જણાવવામાં આવ્યું હતું કે, પ્રશાંત વિહારમાં બંસી સ્વીટ્સ પાસે બ્લાસ્ટ થયો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મામલાની તપાસ ચાલી રહી છે. બ્લાસ્ટ શામાં સ્થળે થયો અને તે કયા પ્રકારનો હતો તે હજુ સુધી જાણી શકાયું નથી. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ બ્લાસ્ટ CRPFની સ્કૂલની દિવાલ પર થયેલા બ્લાસ્ટ જેવો જ છે. પરંતુ, આ ઓછી તીવ્રતાનો વિસ્ફોટ હતો. એક વ્યક્તિને થોડી ઈજા થઈ છે.


એક મહિના અગાઉ પણ આ જ વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો

એક મહિના અગાઉ પણ આ જ વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો

તેની સાથે જોડાયેલો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ બ્લાસ્ટ દિવસના સૌથી વ્યસ્ત સમય દરમિયાન થયો હતો. નજીકથી વાહનો પસાર થઈ રહ્યા છે. વીડિયોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે, જ્યારે પોલીસ તેમને વિસ્તારમાંથી હટાવી રહી છે.

તમને જણાવી દઈએ કે 40 દિવસમાં બ્લાસ્ટની આ બીજી ઘટના છે. આ પહેલા ઓક્ટોબરમાં ઉત્તર-પશ્ચિમ દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં CRPF સ્કૂલ પાસે વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી, પરંતુ ઘટનાની તપાસ ચાલી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top