મુંબઇની હાજી અલી દરગાહને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

મુંબઇની હાજી અલી દરગાહને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

09/27/2024 National

SidhiKhabar

SidhiKhabar

મુંબઇની હાજી અલી દરગાહને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

મુંબઇની હાજી અલી દરગાહને ગુરુવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. વ્યક્તિએ દરગાહ ટ્રસ્ટની ઓફિસમાં ફોન કરીને પરિસરમાં બોમ્બ મૂકવાની ધમકી આપી હતી. ન્યૂઝ એજન્સી ANIએ પોલીસના સંદર્ભે જણાવ્યું હતું કે સાંજે લગભગ 5 વાગ્યે કોલ આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ફોન કરનારે પોતાની ઓળખ પવન તરીકે આપી હતી અને અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો અને દરગાહ વિશે વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. હાજી અલી દરગાહના વહીવટી અધિકારીએ આ અંગે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.


પોલીસે કેસ નોંધ્યો

પોલીસે કેસ નોંધ્યો

આ મામલાની માહિતી મળતા જ પોલીસ સ્ટેશનના અધિકારી અને બોમ્બ સ્ક્વોડની ટીમ દરગાહ પર પહોંચી હતી અને તપાસ કરી હતી, પરંતુ કંઇ પણ શંકાસ્પદ મળ્યું નહોતું. તાજદેવ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top