લાંચિયો તલાટીકમ મંત્રી 35000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

લાંચિયો તલાટીકમ મંત્રી 35000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

08/02/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

લાંચિયો તલાટીકમ મંત્રી 35000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

અત્યારે એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)એ લાંચિયા અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રાખી છે. આજે જ અમદાવાદ મહાનગરપાલિકાના આસિસ્ટં ટાઉન પ્લાનર હર્ષદ ભોજક અને એન્જિનિયર આશિષ પટેલને 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ પકડ્યા છે. તો બીજી તરફ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં પણ લાંચ લેવાની ઘટનામાં તલાટીકમ મંત્રી 35,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયો છે. ચાલો જાણીએ શું છે આખો મામલો.


તલાટીકમ મંત્રી 35,000 રૂપિયા લેતા રંગે હાથ ઝડપાયો

તલાટીકમ મંત્રી 35,000 રૂપિયા લેતા રંગે હાથ ઝડપાયો

મળતી માહિતી મુજબ ફરિયાદીએ ગ્રામ માંડવી તાલુકાના વદેશિયા ગ્રામ પંચાયત હેઠળના કામો રાખ્યા હતા. આ કામો પૂરા થયા બાદ ફરિયાદીના બેંક અકાઉન્ટમાં નાણાં જમા થયા હતા. જમા થયેલી રકમના કમિશનને લઈને તલાટીકમ મંત્રી સંજયભાઇ પોપટભાઈ પટેલે 42,500 રૂપિયાની માગ કરી હતી. ત્યારબાદ ભાવતોલ કરતા 35,000 રૂપિયા આપવાનું નક્કી થયું હતું. પરંતુ ફરિયાદી આ રકમ આપવા માગતો નહોતો. ત્યારબાદ તેણે ACBના ટોલ ફરી નંબર 1064 ઉપર સંપર્ક કરીને ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે આજે છટકું ગોઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ તલાટીકમ મંત્રી લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. ફરિયાદી પાસેથી 35,000 રૂપિયાની રકમ જપ્ત કરવામાં આવી છે. સાથે જ ACBએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top