Britanniaની મોટી જાહેરાત, કંપનીની આ યુનિટ પર લાગશે તાળું
Britannia બિસ્કિટની ઓળખ આપવાની કોઈને જરૂરિયાત નથી. હવે તેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે કે આઝાદી અગાઉથી કારોબાર કરી રહેલી આ દિગ્ગજ કંપની કોલકાતા યુનિટને બંધ કરવા જઇ રહી છે. Britannia તરફથી અહી કામ કરનારા કર્મચારીઓને નોટિસ આપીને આ જાણકારી આપી દેવામાં આવી છે.
Britannia બિસ્કિટની આ ફેક્ટ્રી બંધ કરવાનું કોલકાતા ઔદ્યોગિક પરિદૃશ્યમાં એક યુગનો અંત છે. Britannia ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું તારાતલામાં સ્થિત આ ઐતિહાસિક કારખાનું છે. આજે હજારો કરોડની કંપની Britanniaએ બિસ્કિટ બનાવવાની શરૂઆત વર્ષ 1892માં માત્ર 295 રૂપિયાના રોકાણથી કોલકાતામાં જ એક નાનકડી દુકાનથી કરી હતી. પછી બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન તેનો બિઝનેસ એટલી તેજીથી વધ્યો કે દરેક ઘરમાં એ પહોંચી ગઈ. પૂર્વ મીડિયા રિપોર્ટ્સ મુજબ કંપનીને બ્રિટિશ કારોબારીઓએ શરૂ કરી હતી અને ત્યારબાદ વાડિયા ફેમિલિના હાથમાં તેની કમાન આવી ગઈ.
વાડિયા ફેમિલી પાસે આવ્યા બાદ તેમણે Britannia બિસ્કિટને વધુ આગળ વધારવાનો નિર્ણય લીધો અને વર્ષ 1910માં વિજથી ચાલતી મશીનની મદદથી બિસ્કિટ બનવવાની શરૂ કરી. પછી 1921માં ઉત્પાદન વધારવા માટે કંપનીએ ઇન્ડસ્ટ્રિયલ ગેસ ઓવન્સનું ઇમ્પોર્ટ શરૂ કર્યું અને કારોબાર વધવા પર મુંબઇમાં 1924માં ફેક્ટરી સેટઅપ થઈ. આજે Britannia ઇન્ડસ્ટ્રીઝનો બિઝનેસ દુનિયાના 60 કરતા વધુ દેશોમાં ફેલાયેલો છે. ભારતમાં Britanniaની 13 ફેક્ટ્રી છે. કંપનીની વાર્ષિક આવક 9,000 કરોડ રૂપિયા કરતાં વધારે છે.
કોલકાતાની શરૂઆત કરનારી આ કંપની તારાતલા સ્થિત ઐતિહાસિક ફેક્ટ્રીને બંધ કરવી ન માત્ર શહેરના આર્થિક ઇતિહાસ સાથે, પરંતુ તેમાં કામ કરનારા કર્મચારીઓ માટે એક મોટો ઝટકો છે. જો કે, કંપની તરફથી બતાવવામાં આવ્યું કે, આ યુનિટમાં ગયા વર્ષે મે મહિનાથી જ પ્રોડક્શન બંધ હતું અને હવે તેને પૂરી રીતે બંધ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ સેવાથી સવેચ્છિક સેવાનિવૃત્ત થનારા કર્મચારીઓને એક મોટી રકમ આપવાનું આશ્વાસન પણ આપ્યું છે. Britanniaની આ યુનિટમાં 122 સ્થાયી કર્મચારી અને લગભગ 250 કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી છેલ્લા 10 વર્ષથી કામ કરી રહ્યા હતા, જે હવે બેરોજગાર થવાના છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp