શું ચીનના ઇશારે ભારત સાથે બાખડ્યું પાકિસ્તાન? વિદેશ મંત્રી એસ. જયશંકરે આપ્યો ચોંકાવનારો જવાબ
ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે પણ તણાવની સ્થિતિ યથાવત છે. ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો હતો. ત્યારબાદ, પાકિસ્તાને ભારત સામે મોરચો ખોલ્યો હતો. જોકે, જડબાતોડ જવાબ મળ્યા બાદ પાકિસ્તાન ઠંડુ પડી ગયું. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવમાં ચીનની કેટલી ભૂમિકા હતી? વિદેશ મંત્રી એસ જયશંકરે આ સવાલનો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે તાજેતરમાં જર્મન અખબાર ફ્રેન્કફર્ટર ઓલમાઈને જીટુંગને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. તેમણે ઇન્ટરવ્યૂ દરમિયાન ભારત અને પાકિસ્તાનના મુદ્દા પર વાત કરી. વિદેશ મંત્રીએ કહ્યું કે, ‘પાકિસ્તાન પાસે જે ઘણી હથિયાર પ્રણાલીઓ ચીનની છે અને બંને દેશ ખૂબ નજીક છે. તમે આ વાત પરથી તારણ કાઢી શકો છો.
તેમણે કહ્યું કે, ‘અમે આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. અમારું લક્ષ્ય ખૂબ જ સચોટ હતું અને આ પગલું ખૂબ જ સમજી વિચારીને લેવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ પાકિસ્તાની સેનાએ અમારી વિરુદ્ધ ગોળીબાર શરૂ કરી દીધો. અમે તેમને એ પણ બતાવી દીધું કે તેમની એર ડિફેન્સ સિસ્ટમ તબાહ કરી શકીએ છીએ અને ત્યારે તેમના અનુરોધ પર ગોળીબાર બંધ થઈ ગયો.’
ભારતે પાકિસ્તાનની હરકતોનો પર્દાફાશ કરવા માટે વિશ્વભરમાં પોતાના પ્રતિનિધિમંડળો મોકલ્યા છે. એસ જયશંકરે કહ્યું કે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર લક્ષિત હુમલાએ પાકિસ્તાની સેનાના મનોબળને પણ ઠેસ પહોંચાડી છે. ભાષાના અહેવાલ મુજબ, વિદેશ મંત્રીએ વિશ્વભરમાં પાકિસ્તાનને ઉજાગર કરવા માટે તમામ સાંસદો પાસે સહયોગ માગ્યો. તેમણે કહ્યું કે, જ્યા ઘણા દેશોએ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરવામાં ભારતની ભૂમિકાનું સમર્થન આપ્યું છે, તો ચીન, અઝરબૈજાન અને તુર્કી જેવા ઘણા ઓછા દેશોએ પાકિસ્તાનને સંઅર્થન છે. મહત્ત્વની વાત એ છે કે હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ ચાલી રહ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp