‘પેન્ટ ઉતાર પછી જ મળશે પીરિયડની રજા’, સાંભળીને ચોંકી ગઈ વિદ્યાર્થિની

‘પેન્ટ ઉતાર પછી જ મળશે પીરિયડની રજા’, સાંભળીને ચોંકી ગઈ વિદ્યાર્થિની

05/27/2025 World

SidhiKhabar

SidhiKhabar

‘પેન્ટ ઉતાર પછી જ મળશે પીરિયડની રજા’, સાંભળીને ચોંકી ગઈ વિદ્યાર્થિની

આપણે કોઈ પણ જગ્યાએ પણ કામ કરીએ છીએ કે અભ્યાસ કરીએ છીએ, ત્યાં બિનજરૂરી રજા ટાળવાનું કહેવામાં આવે છે. જોકે, ક્યારેક એવું પણ બને છે કે કોઈ વ્યક્તિગત સમસ્યા હોય છે જેના માટે વધુ તપાસ કરવામાં આવતી નથી. મહિલાઓ માટે પણ આવી જ સમસ્યા છે- માસિક ધર્મ. જો કોઈને આ સમસ્યા હોય, તો તેને તાત્કાલિક રજા આપી દેવામાં આવે છે. જોકે, પડોશી દેશ ચીનની એક યુનિવર્સિટીમાં કંઈક અજીબ ઘટના બની.


શું હતો આખો મામલો?

શું હતો આખો મામલો?

ચીનની Gengdan Institute of Beijing University of Technologyમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની ત્યારે આઘાતમાં સરી પડી, જ્યારે તેણે માસિક ધર્મને કારણે રજા માગી. ત્યાં હાજર સ્ટાફે તેને કહ્યું કે તે પોતાનું પેન્ટ ઉતારીને એવું સાબિત કરે કે તેને ખરેખર માસિક ધર્મ આવી રહ્યો છે, તો જ રજા મળશે. આ મામલો ચીનની વિવિધ સોશિયલ મીડિયા સાઇટ્સ પર વાયરલ થઈ ચૂક્યો છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

15 મેના રોજ, બીજિંગ ટેક્નોલોજી યુનિવર્સિટી સાથે જોડાયેલી ગેંગદાન ઇન્સ્ટિટ્યૂટની એક વિદ્યાર્થિનીએ સોશિયલ મીડિયા પર પોતાનો વીડિયો શેર કર્યો. તેણે જણાવ્યું કે, જ્યારે તે બીમારીની રજા માટે કેમ્પસ ક્લિનિક ગઈ હતી, તો સ્ટાફે તેને આ અજીબ રિક્વેસ્ટ કરી. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના એક અહેવાલ મુજબ, ગભરાયેલા વિદ્યાર્થિનીએ તેમને પૂછ્યું કે, ‘રજા માટે શું દરેક મહિલાને પોતાનું પેન્ટ ઉતારીને બતાવવું પડે છે? તેના પર એક મહિલા સ્ટાફે સીધો જવાબ આપ્યો કે આ નિયમ છે. આ મારો અંગત નિર્ણય નથી, પરંતુ નિયમ છે.


યુનિવર્સિટીએ એમ પણ કહ્યું- ‘આ નિયમ છે’

યુનિવર્સિટીએ એમ પણ કહ્યું- ‘આ નિયમ છે’

વિદ્યાર્થિનીએ તેનો લેખિત પુરાવો માગ્યો, પરંતુ સ્ટાફે કોઈ જવાબ ન આપ્યો અને તેને હૉસ્પિટલમાં જવા કહ્યું. જોકે, યુનિવર્સિટીએ બીજા દિવસે એક નિવેદન જાહેર કર્યું કે પ્રક્રિયા નિયમો અનુસાર જ કરવામાં આવી હતી. સ્ટાફે વિદ્યાર્થિનીની સહમતિથી જ તપાસ કરી અને કોઈ પણ ઉપકરણ કે તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું નહોતું. સુ નામના સ્ટાફ સભ્યએ જણાવ્યું હતું કે આ નિયમ નવો નથી અને તેનો હેતુ કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા રજાનો દુરુપયોગ અટકાવવાનો છે. તેમણે જણાવ્યું કે કેટલીક વિદ્યાર્થિનીઓ માસિક ધર્મના બહાને મહિનામાં 4-5 વખત રજા લે છે, એટલે આ નિયમ બનાવવામાં આવ્યો હતો.

વિદ્યાર્થિનીની આ કહાની જાણ્યા બાદ, લોકોએ યુનિવર્સિટીના નિયમને બકવાસ ગણાવ્યો. ચીનમાં ભૂતપૂર્વ વકીલ અને મહિલા અધિકાર નિષ્ણાત ઝાંગ યોંગકુવાને જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીઓની ગોપનીયતાનું ઉલ્લંઘન છે અને મહિલા અધિકારોની સુરક્ષા કાયદાઓની વિરુદ્ધ છે. તેને સ્પષ્ટપણે છેડછાડ માનવી જોઈએ. છોકરી હજુ પણ પોતાના નિવેદન પર અડગ છે અને તેનું કહેવું છે કે જો ખરેખર આવો કોઈ લેખિત નિયમ હોય, તો તે સોશિયલ મીડિયા પરથી તેની સાથે જોડાયેલી બધી સામગ્રી દૂર કરશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top