બૃજભુષણ શરણ સિંહને મોટી રાહત, આ કેસ થયો બંધ; કોર્ટે ક્લોઝર રિપોર્ટને આપી મંજૂરી
ભાજપના પૂર્વ સાંસદ બૃજભુષણ શરણ સિંહને જાતીય સતામણી કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે સગીર મહિલા પહેલવાન દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર દિલ્હી પોલીસના ક્લોઝર રિપોર્ટને સ્વીકારી લીધો છે, ત્યારબાદ POCSO એક્ટ હેઠળ નોંધાયેલ કેસ બંધ કરી દેવામાં આવ્યો છે.
આ બાબત પર પ્રતિક્રિયા આપતા બૃજભુષણના પુત્ર અને ધારાસભ્ય પ્રતિક ભૂષણ સિંહે X (ભૂતપૂર્વ ટ્વીટર) પર લખ્યું કે, 'અમે એક ખોટા અને બનાવટી કેસમાં ન્યાયિક વિજય મેળવ્યો છે. દરેક પાયાવિહોણા આરોપ હવે ન્યાયના કઠેડામાં ધરાશાયી થઈ રહ્યા છે. આ સત્યનો વિજય છે અને ભવિષ્યમાં પણ આ વિજય કાયમ રહેશે.
બૃજભુષણ શરણ સિંહ પર મહિલા પહેલવાનો દ્વારા જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યા હતા, ફરિયાદ કરનારાઓમાં એક સગીર હતી. હવે કોર્ટ દ્વારા POCSO એક્ટ સાથે જોડાયેલો કેસ બંધ કરવાથી તેમના માટે કાયદાકીય અને રાજકીય રીતે મોટી રાહત માનવામાં આવી રહી છે.
દિલ્હી પોલીસે બૃજભૂષણ વિરુદ્ધ કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં 2 FIR નોંધી હતી. એક FIR ઇન્ડિયન પિનલ કોડ (IPC)ની વિવિધ કલમો હેઠળ અને બીજી POCSO એક્ટ હેઠળ. POCSO કેસમાં સગીર ફરિયાદકર્તાએ પોતાના આરોપ પરત લઈ લીધા હતા, ત્યારબાદ દિલ્હી પોલીસે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો. જો કે મહિલા પહેલવાનો તરફથી દાખલ જાતિય સતામણીના બીજા કેસોમાં 5 મહિલા પહેલવાનોની ફરિયાદોના આધાર પર બૃજભૂષણ વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યા છે. આ કેસને લઈને સિંહે દિલ્હી હાઇકોર્ટમાં FIR, ચાર્જશીટ અને ટ્રાયલ કોર્ટની કાર્યવાહીને પડકાર આપ્યો છે, જેની સુનાવણી હાલમાં પેન્ડિંગ છે. આ અગાઉ 17 મેના રોજ કોર્ટે ફરિયાદકર્તા સગીર પહેલવાનને સમન્સ મોકલીને 26 મેના રોજ રજૂ થવાના નિર્દેશ આપ્યા હતા, જેથી નક્કી કરી શકયા કે પોલીસની કેસમાં ક્લોઝર રિપોર્ટ સ્વીકારવામાં આવે કે નહીં.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp