જ્યોતિ મલ્હોત્રા કેસ: ISI સાથે સીધી વાતચીત, સ્પેશિયલ વિઝા અને..; હિસાર પોલીસને મળ્યા 12TB ડિજિટલ પુરાવા
Jyoti Malhotra Case: પાકિસ્તાનની તપાસ એજન્સી ISI માટે જાસૂસી કરવાના આરોપમાં હિસાર કોર્ટે ભારતીય યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી છે. હિસાર પોલીસે જ્યોતિના ઉપકરણો અને ડિજિટલ એકાઉન્ટ્સમાંથી 12 ટેરાબાઇટ (TB) ડિજિટલ ફોરેન્સિક ડેટા રિકવર કરીને ઘણા ખુલાસા કર્યા છે. આ ડિજિટલ ડેટા જ્યોતિના પાકિસ્તાન સાથેના કનેક્શન અને નેરેટિવ પુશ અભિયાનને ઉજાગર કરે છે. 12 TB ડેટામાં ચેટ રેકોર્ડ્સ, કોલ લોગ્સ, વીડિયો ફૂટેજ, નાણાકીય વ્યવહારો અને અન્ય માહિતીનો સમાવેશ થાય છે, જે વધુ તપાસમાં મદદરૂપ સાબિત થશે.
રાષ્ટ્રીય સુરક્ષાના મામલામાં આવા ડિજિટલ ફોરેન્સિક ડેટાને અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. તેની મદદથી, તપાસ એજન્સીઓ સમગ્ર ટાઈમલાઇન સમજે છે, નેટવર્કને ટ્રેસ કરે છે અને છુપાયેલી કડીઓનો પર્દાફાશ કરે છે. જ્યોતિ મલ્હોત્રા કેસમાં એક સાવધાનીપૂર્વક નેરેટિવ પુશ કરવામાં આવ્યું છે, જે ભારતની સુરક્ષા માટેના ગંભીર જોખમને ઉજાગર કરે છે.
નેરેટિવ પુશ એ એક વ્યૂહરચના હોય છે, જેમાં મીડિયા, સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર અને ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ લોકોના મંતવ્યોને આકાર આપે છે. આ અંતર્ગત, એક ખાસ એજન્ડા જનતા વચ્ચે ફેલાવવામાં આવે છે. પાકિસ્તાનની ISI એજન્સી તેનો ઉપયોગ ભારતમાં વિભાજન પાડવા, ખોટી માહિતી ફેલાવવા અને લોકશાહી સંસ્થાઓની છબી ખરાબ કરવા માટે કરે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યોતિ ISI સાથે સંકળાયેલા પાકિસ્તાની મૂળના 4 લોકો સાથે સીધા સંપર્કમાં હતી. આ બધું પાકિસ્તાનના લોકો સાથે એકલા હાથે કરવામાં આવ્યું હતું. જેથી કોઈ પ્રકારનું ડિજિટલ ટ્રેસ ન છોડવામાં આવે. જ્યોતિને પાકિસ્તાને VIP ટ્રીટમેન્ટ આપી હતી. પાકિસ્તાને તેને ખાસ વિઝા અને સુરક્ષા કવર આપ્યું. એવી સુરક્ષા જે સામાન્ય રીતે વિદેશી પત્રકારોને પણ મળતી નથી. આ દર્શાવે છે કે પાકિસ્તાન તેનો ઉપયોગ એક એસેટ્સ તરીકે ઉપયોગ કરી રહ્યું હતું.
જ્યોતિની પાકિસ્તાન મુલાકાત બાદ, સોશિયલ મીડિયા પર તેની લોકપ્રિયતા અચાનક વધી ગઈ. તપાસકર્તાઓનું માનવું છે કે આ ઓર્ગેનિક રીતે થયું નથી, આ સુનિયોજિત હતું, જેમાં પાકિસ્તાનના નેરેટિવને પરોક્ષ રીતે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
પોલીસનું કહેવું છે કે જે પણ ડિજિટલ પુરાવા મળ્યા છે તે જ્યોતિને કાયદા હેઠળ સજા અપાવવા માટે પૂરતા છે. જ્યોતિની ગતિવિધિઓ સામાન્ય પત્રકારત્વની મર્યાદાઓથી ખૂબ આગળ હોય તેવું લાગે છે. જ્યોતિની ગતિવિધિઓ રાષ્ટ્રવિરોધી વસ્તુઓમાં સંડોવાયેલી દેખાઈ રહી છે.
પોલીસને મળેલા ડેટામાં નાણાકીય વ્યવહારોની પણ માહિતી છે. હવે તેની તપાસ કરવામાં આવશે કે જ્યોતિને ભંડોળ ક્યાંથી મળ્યું અને તેનો હેતુ શું હતો.
તપાસ એજન્સીએ પુષ્ટિ કરી છે કે જ્યોતિના પાકિસ્તાનની પહેલા પ્રવાસથી જ તેના પર નજર રાખવામાં આવી રહી હતી. તેનો કોઈ પ્રતિબંધિત નેટવર્ક કે સંસ્થા સાથે કોઈ સંબંધ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp