Video: કેલિફોર્નિયામાં લાગી ભીષણ આગ, 30 હજાર લોકો બેઘર; હોલિવુડ સ્ટાર્સે છોડ્યું શહેર

Video: કેલિફોર્નિયામાં લાગી ભીષણ આગ, 30 હજાર લોકો બેઘર; હોલિવુડ સ્ટાર્સે છોડ્યું શહેર

01/09/2025 World

SidhiKhabar

SidhiKhabar

Video: કેલિફોર્નિયામાં લાગી ભીષણ આગ, 30 હજાર લોકો બેઘર; હોલિવુડ સ્ટાર્સે છોડ્યું શહેર

California Fire: અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લાગેલી આગને કારણે અત્યાર સુધીમાં 30 હજાર લોકો પોતાના ઘર છોડીને પલાયન કરી ગયા છે. જંગલમાં લાગેલી આગને કારણે પરિસ્થિતિ સતત બગડી રહી છે. ઘણા હોલિવુડ સ્ટાર્સ શહેર છોડીને ગયા છે. બુધવારે ભારે પવનને કારણે પેસિફિક પેલિસેડ્સ અને લોસ એન્જિલસ વિસ્તારોમાં વધુ 2 જગ્યાએ આગ લાગી. લૉસ એન્જિલ્સના દરિયાકાંઠાના વિસ્તારમાં રાતોરાત જંગલોમાં આગ લાગી હતી. આ ઘટના બાદ અમેરિકન અબજોપત એલોન મસ્ક ગુસ્સે ભરાયા છે. આ માટે તેમણે શાસક પક્ષ પર નિશાન સાધ્યું.

હવામાન નિષ્ણાતોના મતે, શુષ્ક હવામાનમાં ભારે પવન ફૂંકાતા આગ વધુ વિકરાળ બની રહી છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂજોમે મંગળવારે કટોકટી જાહેર કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સાતા મોનિકા અને માલિબૂના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઘણી ઇમારતો નાશ પામી છે. આગને કારણે પેસિફિક પેલિસેડ્સમાં આશરે 3,000 એકર (1,200 હેક્ટર) જમીનમાં તબાહી મચી છે. આ વિસ્તારમાં ઘણા હોલિવુડ સ્ટાર્સ રહે છે.


આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે

આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે

આગથી બચવા માટે રસ્તાઓ પર ભીડ એકઠી થઇ ગઇ હતી, જેના કારણે ઘણી જગ્યાએ ટ્રાફિક જામ થઇ ગયો હતો. લોકોએ પોતાની ગાડીઓ રસ્તા પર છોડી દીધી. લોસ એન્જિલ્સના આકાશમાં જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દેખાય રહ્યા છે. અભિનેતા સ્ટીવ ગુટનબર્ગે એક ચેનલને જણાવ્યું હતું કે તે લોકોને બહાર જવાની મંજૂરી નથી. તેમની ગાડીઓ રસ્તાઓ પર પાર્ક કરેલી છે. લોકોને પોતાની સંપત્તિની નહીં, પણ પોતાના જીવનની ચિંતા છે. બધા વિચારી રહ્યા છે કે કોઇક રીતે શહેરની બહાર નીકળી જવાય.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)

રાષ્ટ્રીય હવામાન સેવા (NWS) અનુસાર, આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે. આ વિસ્તારમાં ઘણા બધા તાડના વૃક્ષો છે, જેના કારણે આગ ફેલાઇ રહી છે.

પેલિસેડ્સ આગમાં ઘણા લોકો અને અગ્નિશામક દળો દાઝી ગયા છે અને 5 લોકોના મોત થવાના અહેવાલ છે. હોલિવુડ અભિનેતા જેમ્સ વુડ્સે કહ્યું કે તેમણે પેસિફિક પેલિસેડ્સમાં પોતાનું ઘર ખાલી કરી દીધું છે. તેમને ખબર નથી કે તે બચ્યું છે કે નહીં. પાસાડેના નજીક અલ્ટાડેના વિસ્તારમાં લગભગ 30 માઇલ (50 કિમી) દૂર ઇટનમાં પણ ભીષણ આગ ફાટી નીકળી હતી.


2 લાખથી વધુ ઘરોમાં વીજળી ગુલ થઇ ગઇ

2 લાખથી વધુ ઘરોમાં વીજળી ગુલ થઇ ગઇ

મંગળવારે મોડી રાત્રે લાગેલી આગને કારણે લોસ એન્જિલ્સ કાઉન્ટીમાં 210,000 થી વધુ ઘરોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી. લોસ એન્જિલ્સ ફાયર ચીફ ક્રિસ્ટન ક્રોલીના જણાવ્યા અનુસાર, 10,000 ઘરોમાં લગભગ 25,000 લોકો જોખમમાં છે. અગ્નિશામક વિમાનો સમુદ્રમાંથી પાણી લાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.


મસ્કે આગ માટે બાઇડેન પ્રશાસનને જવાબદાર ઠેરવ્યું

મસ્કે આગ માટે બાઇડેન પ્રશાસનને જવાબદાર ઠેરવ્યું

તો, આ ઘટના બાદ, રાષ્ટ્રપતિ જો બાઇડેને તેમના તમામ પ્રવાસો રદ કરી દીધા છે. આગની ઘટના બાદ, અમેરિકન અબજપતિ એલોન મસ્કે તેના માટે બાઇડેન પ્રશાસનને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે કહ્યું કે બિનજરૂરી નિયમોને કારણે આગ પર કાબૂ મેળવી શકાતો નથી. દર વર્ષે આગ લાગે છે, અને તેનો સામનો કરવા માટે અગાઉથી વ્યવસ્થા કરવી જોઇતી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top