Canada News: કેનેડાના વડાપ્રધાન ટ્રૂડો ભારત સાથે દુશ્મની લેતા-લેતા ખાડામાં પડ્યા, 48 કલાકમાં રા

Canada News: કેનેડાના વડાપ્રધાન ટ્રૂડો ભારત સાથે દુશ્મની લેતા-લેતા ખાડામાં પડ્યા, 48 કલાકમાં રાજીનામું આપવું પડી શકે છે

01/06/2025 World

SidhiKhabar

SidhiKhabar

Canada News: કેનેડાના વડાપ્રધાન ટ્રૂડો ભારત સાથે દુશ્મની લેતા-લેતા ખાડામાં પડ્યા, 48 કલાકમાં રા

Justin Trudeau Resignation: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો આગામી 48 કલાકમાં રાજીનામું આપી શકે છે. છેલ્લા ઘણા મહિનાઓથી તેઓ આલોચનાનો સામનો કરી રહ્યા છે અને ઘણા સર્વેમાં તેમને મુખ્ય વિપક્ષી નેતા પિયર પોલિએવરની પાછળ બતાવવામાં આવ્યા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો સોમવારે લિબરલ પાર્ટીના નેતા પદ પરથી રાજીનામું આપી શકે છે. ગ્લોબ એન્ડ મેલે રવિવારે સૂત્રોના સંદર્ભે આ માહિતી આપી હતી.

આ ત્યારે થઇ રહ્યું છે જ્યારે 53 વર્ષીય ટ્રૂડો, તેમના પક્ષમાં કથિત રીતે સમર્થન ગુમાવી રહ્યા છે અને ઘણા સર્વે સૂચવે છે કે જો આજે ચૂંટણીઓ યોજવામાં આવશે, તો પિયરે પોલિએવરની આગેવાની હેઠળની કન્ઝર્વેટિવ પાર્ટી તેમને અને લિબરલ પાર્ટીને સત્તા પરથી બહાર કરી દેશે. ગ્લોબ એન્ડ મેલે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, ટ્રૂડોનું રાજીનામું બુધવારે યોજાનારી મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય કૉકસની બેઠક પહેલા આવશે.

એક સ્ત્રોતે પ્રકાશનને જણાવ્યું હતું કે કેનેડિયન વડાપ્રધાનને સમજે છે કે તેમને લિબરલ કૉકસને મળવા અગાઉ એક જાહેરાત કરવી પડશે, જેથી એવું ન લાગે કે તેમને પોતાના જ સાંસદો દ્વારા હાંકી કાઢવામાં આવ્યા છે. હાલમાં ટ્રૂડોની જગ્યા કોણ લેશે એ સ્પષ્ટ નથી. એ સ્પષ્ટીકરણ નથી કે શું તેઓ નવા નેતા ચૂંટાવા સુધી વડાપ્રધાન પદ પર બન્યા રહેશે કે નહીં.


પોતાના પક્ષમાં દબાણ વધી રહ્યું છે

પોતાના પક્ષમાં દબાણ વધી રહ્યું છે

ભારતવિરોધી વલણ અપનાવનાર ટ્રૂડો પોતાના જ દેશમાં ઘેરાઈ રહ્યા છે. ટ્રૂડો પર પોતાની પાર્ટીના સાંસદો દ્વારા રાજીનામું આપવા માટે મહિનાઓથી દબાણ કરવામાં આવી રહ્યું હતું. આ દબાણ વધુ વધ્યું જ્યારે તેમના નાણા મંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે 16 ડિસેમ્બરે રાજીનામું આપીને કહ્યું કે તેમની અને વડાપ્રધાન વચ્ચે નીતિગત મુદ્દાઓ પર મતભેદો છે.

ગયા અઠવાડિયે જ, કેટલાક સ્થાનિક મીડિયા આઉટલેટ્સે અહેવાલ આપ્યો હતો કે જસ્ટિન ટ્રૂડોની ટીમ લિબરલ પ્રીમિયર તરીકે દૂર કરવામાં આવે તો પણ તેઓ કેવી રીતે વડાપ્રધાન રહી શકે તેના વિકલ્પો પર વિચાર કરી રહી છે. પાર્ટીએ રાષ્ટ્રીય કૉકસની ભલામણ પર વચગાળાના નેતાની નિમણૂક કરવી પડશે અથવા વૉટિંગ કરવી પડશે, ત્યારબાદ લિબરલ પાર્ટીને નવા ચીફ મળશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top