HMS Endeavour: 250 વર્ષ બાદ મળ્યું કેપ્ટન કૂકનું ગુમ થયેલું જહાજ, અમેરિકના સમુદ્રમાં છુપાયું હત

HMS Endeavour: 250 વર્ષ બાદ મળ્યું કેપ્ટન કૂકનું ગુમ થયેલું જહાજ, અમેરિકના સમુદ્રમાં છુપાયું હતું ઐતિહાસિક રહસ્ય

06/20/2025 World

SidhiKhabar

SidhiKhabar

HMS Endeavour: 250 વર્ષ બાદ મળ્યું કેપ્ટન કૂકનું ગુમ થયેલું જહાજ, અમેરિકના સમુદ્રમાં છુપાયું હત

HMS Endeavour: લગભગ 250 વર્ષ બાદ એ ઐતિહાસિક જહાજ આખરે મળી આવ્યું, જેણે પહેલી વખત ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારા સુધી યુરોપિયનોના પગલાં પહોંચાડ્યા હતા. આપણે વાત કરી રહ્યા છીએ કેપ્ટન જેમ્સ કૂકના જહાજ HMS એન્ડેવરની, જેને હવે અમેરિકન સમુદ્રમાં શોધી લેવામાં આવ્યું છે. આ શોધની પુષ્ટિ ઓસ્ટ્રેલિયન નેશનલ મેરિટાઇમ મ્યુઝિયમ દ્વારા કરવામાં આવી છે. આ શોધ 25 વર્ષના સઘન અંડર વોટર રિસર્ચ અને આર્કિયોલોજિકલ સ્ટડીનું પરિણામ છે. HMS એન્ડેવરને પાછળથી લોર્ડ સેન્ડવિચ તરીકે ઓળખવામાં આવ્યું અને આ જહાજ વર્ષ 1778માં અમેરિકન સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ડૂબી ગયું હતું.


250 વર્ષ બાદ સમુદ્રના ઊંડાણમાં મળ્યો ઇતિહાસ

250 વર્ષ બાદ સમુદ્રના ઊંડાણમાં મળ્યો ઇતિહાસ

અમેરિકાના રોડ આઇલેન્ડના ન્યૂપોર્ટ હાર્બરમાં જહાજના અવશેષો મળી આવ્યા છે. નિષ્ણાતોએ આ જહાજને RI 2394 નામથી ઓલખ્યું અને તેના ડાયમેન્શન અને લાકડાની બનાવટને કેપ્ટન કૂકના 1768ના સર્વે સાથે મેચ કરવામાં આવી હતી. મ્યૂઝિયમના ડિરેક્ટર ડેરિલ કાર્પે જણાવ્યું હતું કે, આ અહેવાલ 25 વર્ષની મહેનત અને સુક્ષ્મતાથી કરવામાં આવેલા અભ્યાસનું પરિણામ છે. અમે અમેરિકાના પાણીમાં અને વિશ્વભરના સંગ્રહાલયોમાં સંશોધન કર્યું છે.


સદીઓથી પાણીની નીચે દટાયેલું હતું

સદીઓથી પાણીની નીચે દટાયેલું હતું

આ શોધને લઈને  સંગ્રહાલયના પુરાતત્વવિદ્ કિરન હોસ્ટીએ જણાવ્યું હતું કે જહાજના લાકડાનું માપ છે તે HMS એન્ડેવર સાથે એક મિલીમીટરમાં મેળ ખાય છે. ખાસ કરીને જહાજનો સ્ટેમ સ્કાર્ફ એન્ડેવરમાં જેવો જ છે. આ સ્ટેમ સ્કાર્ફ એટલો યુનિક છે કે 18મી સદીના અન્ય પ્લાનિંગમાં એવું કંઈ મળ્યું નથી, એટલે તેને HMS એન્ડેવર તરીકે ઓળખવામાં આવ્યું. આ એ જ જહાજ છે જેણે વર્ષ 1768 થી વર્ષ 1771 વચ્ચે ઓસ્ટ્રેલિયાની શોધમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી, પછી તેને બ્રિટિશ નૌકાદળે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન અમેરિકન કિનારે ડૂબાડી દીધું હતું. ઇતિહાસના પાનાંમાં નોંધાયેલી આ શોધ હવે દરિયાઈ સંશોધનના ક્ષેત્રમાં એક સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top