Gujarat By Election: વિસાવદરમાં મતદાન મથક બહાર ભાજપ અને AAP વચ્ચે હોબાળો, કડીમાં પણ 2 જૂથો સામસ

Gujarat By Election: વિસાવદરમાં મતદાન મથક બહાર ભાજપ અને AAP વચ્ચે હોબાળો, કડીમાં પણ 2 જૂથો સામસામે આવતા મામલો ગરમાયો

06/19/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat By Election: વિસાવદરમાં મતદાન મથક બહાર ભાજપ અને AAP વચ્ચે હોબાળો, કડીમાં પણ 2 જૂથો સામસ

Visavadar Kadi Assembly By Election: આજે વિસાવદર અને કડી વિધાનસભાની સીટ પર પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. વિસાવદરમાં 2.61 લાખ મતદારો 297 મતદાન મથકો પર મતદાન કરી રહ્યા છે. તો કડીમાં 2.89 લાખ મતદારો 294 મતદાન મથકો પર પોતાનો મતદાન કરી રહ્યા. બપોરે 3:00 વાગ્યા સુધીમાં વિસાવદરમાં 47.67 અને કડીમાં 46.33 ટકા મતદાન થયું. આ દરમિયાન વિસવાદરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકર્તાઓ વચ્ચે હોબાળો થઈ ગયો હોવાનું કહેવામા આવી રહ્યું છે. તો કડીમાં પણ 2 જૂથો સામસામે આવતા મામલો ગરમાયો હતો.


AAP-BJP કાર્યકર્તાઓ વચ્ચે હોબાળો

AAP-BJP કાર્યકર્તાઓ વચ્ચે હોબાળો

વિસાવદરમાં મતદાન કેન્દ્ર બહાર ભાજપ અને AAPના કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ થઈ ગયો હતો. બંને પાર્ટીઓના કાર્યકર્તાઓ  વિછાવડ ગામે સામ-સામે આવી ગયા હતા. મળતી માહિતી મુજબ AAPના કાર્યકર્તાઓને પોતાનું ટેબલ મતદાન મથકથી 200 મીટર દૂર લઈ જવાનું કહેવામાં આવતા વિવાદ શરૂ થયો હતો. AAPના એક સક્રિય કાર્યકર્તાએ કહ્યું કે, અમે 100 મીટરની બહાર છત્રી લગાવીને એક ટેબલ પર બેઠા હતા. અમારી પાસે કોઈ બેનર નહોતું, કોઈ ઝંડો નહોતો, કોઈ પાર્ટીનું સિમ્બોલ નહોતું, અમે મતદારો ન અટવાય તે માટે મતદાર યાદીની સ્લીપ લઈને બેઠા હતા. તો વિપુલભાઈ આવીને મારવા લાગ્યા. મહિલાઓની હાજરીમાં અપશબ્દો બોલાયા. આ આરોપ જિલ્લા પંચાયત સભ્ય વિપુલ કાવાણી સામે આરોપ લગાવાયા છે. જોકે, પોલીસે ત્યાં પહોંચીને સમગ્ર મામલો થાળે પડ્યો હતો.


કડીમાં પણ 2 જૂથો સામસામે આવતા મામલો ગરમાયો

કડીમાં પણ 2 જૂથો સામસામે આવતા મામલો ગરમાયો

કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી દરમિયાન કડી શહેરની શાંતાબેન માણેકલાલ પટેલ પ્રાથમિક શાળા ખાતે આવેલા બૂથ નંબર 134 અને 154 પર 2 જૂથો સામસામે આવી જતાં મમલો ગરમાયો હતો. નજીવી બાબતે રજૂઆત કરવાના મુદ્દે શરૂ થયેલી આ બબાલને કારણે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચી ગયો હતો અને પોલીસે દરમિયાનગીરી કરીને હાલમાં પરિસ્થિતિને થાળે પાડી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top