Israel-Iran Conflict: ‘પાકિસ્તાનમાં રાખવામાં આવશે ઇરાનનો એટમી સામાન..’, તો એટલે ટ્રમ્પે મુનીરને

Israel-Iran Conflict: ‘પાકિસ્તાનમાં રાખવામાં આવશે ઇરાનનો એટમી સામાન..’, તો એટલે ટ્રમ્પે મુનીરને અમેરિકા બોલાવેલો!

06/20/2025 World

SidhiKhabar

SidhiKhabar

Israel-Iran Conflict: ‘પાકિસ્તાનમાં રાખવામાં આવશે ઇરાનનો એટમી સામાન..’, તો એટલે ટ્રમ્પે મુનીરને

Israel-Iran Conflict: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને બધાની નજર અમેરિકા પર છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સીધી ધમકી આપી છે. એવામાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ જનરલ અસીમ મુનીર વચ્ચે તાજેતરમાં વ્હાઇટ હાઉસ થયેલી બેઠકને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે. મુનીરને ઔપચારિક રીતે લંચ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન, અમેરિકન રક્ષા મંત્રાલય (પેન્ટાગન)ના પૂર્વ અધિકારી અને અમેરિકન એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટિટ્યૂટના વરિષ્ઠ વિશ્લેષક માઈકલ રુબિને ઘણા મોટા દાવા કર્યા છે.  તેમણે કહ્યું કે પ્રશાસનની નજર પાકિસ્તાન પર માત્ર એટલા માટે છે કારણ કે ઈરાન સામે સંભવિત લશ્કરી કાર્યવાહી બાદ તેના પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલો સામાન પાકિસ્તાનમાં શિફ્ટ કરી શકાય છે.

માઈકલ રુબીનનું કહેવું છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને અમેરિકન સેનાની સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના અધિકારીઓ પાકિસ્તાન સાથે માત્ર એટલા માટે મીઠી-મીઠી વાત કરી રહ્યા છે કારણ કે તેમને ઈરાન સામે રણનીતિક સહયોગ જોઇએ છે. રુબીને સ્પષ્ટપણે કહ્યું કે, ‘ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનને અમેરિકાનો મિત્ર કહી રહ્યા છે કારણ કે તેમને આ મિત્રતાથી કંઈક હાંસલ કરવાનું છે. તેઓ ઇચ્છે છે કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમને પૂરી રીતે નષ્ટ કરી દેવામાં આવે. જો આવું થાય છે, તો અમેરિકાને એ પરમાણુ સામગ્રી ક્યાંક ને ક્યાંક લઈ જવી પડશે, અને શક્ય છે કે પાકિસ્તાનને તેના માટે પસંદ કરવામાં આવે.’


શું ચીન માટે સંદેશો લઈ જઈ રહ્યા હતા મુનીર?

શું ચીન માટે સંદેશો લઈ જઈ રહ્યા હતા મુનીર?

માઈકલ રુબીને એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન હવે સ્વતંત્ર દેશ નથી રહ્યો. તે ચીનનો ‘પ્રોક્સી’ બની ગયો છે. એવામાં સંભાવ છે કે જ્યારે જનરલ મુનીર ટ્રમ્પને મળ્યા, તો તેણે ચીન તરફથી પણ કેટલાક ગુપ્ત સંદેશ અમેરિકાને પહોંચાડયા હોય. ચીનની સૌથી મોટી ચિંતા તેલ છે, જે પર્શિયન ગલ્ફ અને હોરમુજની ખાડી થઈને આવે છે. જો ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો ચીનને સૌથી મોટું નુકસાન થશે, અમેરિકાને નહીં.’


શું પાકિસ્તાનને મદદ મળશે કે તેના પર દબાણ નાખવામાં આવશે?

શું પાકિસ્તાનને મદદ મળશે કે તેના પર દબાણ નાખવામાં આવશે?

હવે સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે જો ટ્રમ્પ પ્રશાસન પાકિસ્તાન પાસે કોઈ મોટી ભૂમિકા ભજવવાનું કહે છે, તો શું પાકિસ્તાન ના પાડી શકશે? ટ્રમ્પે તાજેતરમાં જ પાકિસ્તાનને પસંદગીનો મિત્ર દેશ ગણાવ્યો હતો, અને આ નિવેદનનો ઉપયોગ હવે રાજદ્વારી દબાણના રૂપમાં થઈ શકે છે. માઈકલ રુબીનનું કહેવું છે કે, ‘ટ્રમ્પ જનરલ્સથી પ્રભાવિત રહે છે. અને સત્ય તો એ છે કે આર્મી ચીફ મુનીર પાસે હવે પાકિસ્તાનના વડાપ્રધાન કરતા વધુ શક્તિ છે.

બની શકે છે કે ટ્રમ્પે તેમને ખાનગીમાં ધમકી આપી હોય અને જાહેરમાં મિત્રો હોવાનું નાટક કર્યું હોય. રુબિનના મતે, ભલે ઈરાન અને પાકિસ્તાન ક્યારેક-ક્યારેક સહકાર આપતા હોય, પરંતુ બંને સ્વાભાવિક પ્રતિસ્પર્ધી છે. ઈરાનનો પરમાણુ કાર્યક્રમ પાકિસ્તાન માટે એક રાજનીતિક પડકાર છે, એટલે જો ઈરાન ઝૂકી જાય છે, તો સ્વાભાવિક રીતે પાકિસ્તાનને ફાયદો થશે. એવામાં, આપણે પાકિસ્તાનને એક ડોલર પણ ન આપવો જોઈએ, કારણ કે તે પોતાના સ્વાર્થમાં અમેરિકાનો સાથ આપશે.


ઈરાન વિરુદ્ધ સૈન્ય અડ્ડાઓનો ઉપયોગ

ઈરાન વિરુદ્ધ સૈન્ય અડ્ડાઓનો ઉપયોગ

પાકિસ્તાન ઈરાન સાથે લગભગ 900 કિમીની બોર્ડર શેર કરે છે. એવામાં આ યુદ્ધમાં પાકિસ્તાન ખૂબ નિર્ણાયક હોય શકે છે. સૈન્ય અડ્ડાઓનો ઉપયોગ અમેરિકાને ઈરાનની પૂર્વી સીમા પર દેખરેખ અને સંભાવિત જામિની કાર્યવાહીઓ માટે મજબૂત આધાર પ્રદાન કરે છે. આમ તો અફઘાનિસ્તાન યુદ્ધના સમયે પણ અમેરિકને ખૂબ આર્મી સપોર્ટ કર્યો હતો.

પાકિસ્તાનનું એરસ્પેસ ઈરાન પર હુમલાઓ કરવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, એવામાં અમેરિકા તરફથી ઈરાન પર એટેક માટે પાકિસ્તાનન એર સ્પેસની માગ કરી શકાય છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં અમેરિકન અભિયાનો માટે પણ પોતાના એર સ્પેસ ખોલ્યું હતું અને હવે ફરી એક વખત ઈરાન માટે ખોલી શકાયા છે. જો એમ થાય છે તો અમેરિકને મિસાલ ઈસ્ટમાં મજબૂતી મળી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top