શું IC814માં બદલાશે આતંકીઓના નામ? સરકારની ફટકાર બાદ Netflixએ આપ્યો આ જવાબ

શું IC814માં બદલાશે આતંકીઓના નામ? સરકારની ફટકાર બાદ Netflixએ આપ્યો આ જવાબ

09/03/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

શું IC814માં બદલાશે આતંકીઓના નામ? સરકારની ફટકાર બાદ Netflixએ આપ્યો આ જવાબ

Netflix સીરિઝ IC814 પર વિવાદ વધતો જઇ રહ્યો છે. વધતા વિવાદ વચ્ચે Netflixના કન્ટેન્ટ હેડને સમન્સ પાઠવવામા આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, સરકારે કહ્યું કે, કોઇને પણ આ દેશની ભાવનાઓ સાથે ખેલવાડ કરવાનો અધિકાર નથી. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાનું હંમેશાં સન્માન કરવું જોઇએ. કોઇ પણ વસ્તુને ખોટી રીતે રજૂ કરવા અગાઉ તમારે વિચારવું જોઇએ. સરકાર તેને ખૂબ ગંભીરતાથી લઇ રહી છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને Netflix કન્ટેન્ટ હેડ વચ્ચે ચાલી રહેલી બેઠક પૂરી થઇ ગઇ છે.


લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને જ પ્લેટફોર્મ પર કન્ટેન્ટ અપલોડ કરવામાં આવશે

લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને જ પ્લેટફોર્મ પર કન્ટેન્ટ અપલોડ કરવામાં આવશે

જાણકારો મુજબ, Netflix તરફથી સરકારને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે ભારતના લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને જ પ્લેટફોર્મ પર કન્ટેન્ટ અપલોડ કરવામાં આવશે. આ મામલે મોટા પ્રમાણમાં Netflix ટીમ કન્ટેન્ટનું આંકલન કરી રહી છે, જે IC814 વેબ સીરિઝમાં ઉપયોગ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ રીલિઝ ક્રાઇમ થ્રીલર ડ્રામા ટેલિવિઝન મિની સીરિઝ ‘IC814: ધ કંધાર હાઇજેક’ની કહાની અને તથ્યોને છુપાવવાના આરોપોના કારણે ઇન્ટરનેટ પર નિંદાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકો જાત જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સત્તાવાર અધિકારીઓએ કહ્યું કે સૂચના અને પ્રસારણ મંત્રાલયે Netflix ઇન્ડિયાના કન્ટેન્ટ પ્રમખને મંગળવારે બોલાવ્યા હતા અને વેબ સીરિઝના તથાકથિત વિવાદાસ્પદ પહેલુંઓ પર સ્પષ્ટીકરણ આપવા કહેવામાં આવ્યું હતું.


કેમ વધ્યો વિવાદ:

કેમ વધ્યો વિવાદ:

કાઠામાંડૂથી દિલ્હીની ઉડાણ ભરનારી ઇન્ડિયન એરલાઇન્સના વિમાનના અપહરણકર્તાઓના ચિત્રણથી વિવાદ ઊભો થઇ ગયો છે અને ઘણા દર્શકોએ તેના પર આપત્તિ દર્શાવી છે. ભાજપના IT સેલના પ્રમુખ અમિત માલવીયએ કહ્યું કે, IC814ના અપહરણકર્તા ખૂંખાર આતંકવાદી હતા. જેમણે પોતાની મુસ્લિમ ઓળખ બદલવા માટે બીજા નામ રાખ્યા હતા. અમિત માલવીયએ X પર લખ્યું કે, ‘ફિલ્મકાર અનુભવ સિંહાએ તેમના ગેર-મુસ્લિમ નામોને મહત્ત્વ આપીને ગુનાહિત મંશાની કાયદેસરતા પ્રદાન કરી છે.

તેમણ કહ્યું કે, થોડા દશક બાદ લોકો વિચારશે કે હિન્દુઓએ IC814નું અપહરણ કર્યું હતું. પાકિસ્તાની આતંકવાદીઓ, જે બધા મુસ્લિમ હતા, તેમના ગુનાઓને છુપાવવા માટે વાંમપંથી એજન્ડાએ કામ કર્યું. આ સિનેમાની તાકત છે, જેનો કમ્યૂનિસ્ટ 70ના દશકથી જ, કદાચ એ અગાઉથી જ આક્રમક રીતે ઉપયોગ કરી રહ્યા છે. તેનાથી ન માત્ર દીર્ઘાવધિમાં ભારતની સુરક્ષા વ્યવસ્થા નબળી થશે/સવાલના આવશે, પરંતુ એ ધાર્મિક ગ્રુપનો દોષ હટી જશે, જે રક્તપાત માટે જવાબદાર છે.

જમ્મુ કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે એ જોવું હકીકતમાં મજેદાર છે કે જે લોકો કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મોને સત્ય માની લે છે, તેઓ Netflixના શૉમાં IC814ની ઘટનાને દેખાડવાથી હતાશ થઇ જાય છે. તેમણે X પર લખ્યું કે, હવે આચનક તેઓ ઇચ્છે છે કે પટકથામાં સુક્ષમતા અને વાસ્તવિકતા હોય.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top