Navsari: ગણદેવીના આ ગામમાં બાળલગ્ન અટકાવાયા

Navsari: ગણદેવીના આ ગામમાં બાળલગ્ન અટકાવાયા

12/07/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Navsari: ગણદેવીના આ ગામમાં બાળલગ્ન અટકાવાયા

Child marriages stopped in Navsari: બાળ લગ્ન કરવા, કરાવવા કે લગ્ન કરવામાં મદદ કરવી બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 મુજબ ફોજદારીનો ગુનો બને છે. બાળ લગ્ન કરાવવામાં આવે તો વર-કન્યાના માતા-પિતા, જો યુવક કે યુવતીમાંથી કોઈ પુખ્ત વયનું હોય તો તે, ગોર મહારાજ, મંડપવાળા, ડીજે વાળા, લગ્નમાં સહભાગી થનાર તમામ લોકો સામે ફોજદારી ગુનો બને છે. તેમજ એક લાખ રૂપિયા સુધીનો દંડ અને બે વર્ષની સખત કેદની સજાની જોગવાઈ છે. સરકાર દ્વારા 18 વર્ષથી ઓછી ઉંમરની યુવતી અને 21 વર્ષથી ઓછી ઉંમરના યુવકના લગ્ન સામે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમ છતા બાળ લગ્ન કરવામાં આવે છે. એવી જ એક ઘટના નવસારીથી સામે આવી છે.


16 વર્ષની ઉંમરમાં દીકરીના લગ્ન થવાના હતા:

16 વર્ષની ઉંમરમાં દીકરીના લગ્ન થવાના હતા:

ગણદેવીના ગડત ગામે બાળ લગ્ન અટકાવવામાં આવ્યા છે. બાળ લગ્ન પ્રતિબંધિત અધિકારીની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 12 ડિસેમ્બરે 16 વર્ષની ઉંમરમાં દીકરીના લગ્ન થવાના હતા. લગ્ન થાય એ અગાઉ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ બાળ લગ્ન પ્રતિબંધિત અધિકારીની ટીમે દીકરી અને માતા-પિતાને સમજાવ્યા હતા અને સમગ્ર મામલે નિવેદનો લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top