Gujarat Election : ચૂંટણી પહેલા કોંગ્રેસના આ ઉમેદવારને આવ્યો હાર્ટ એટેક, તબિયત બગડતા તાત્કાલિક

Gujarat Election : ચૂંટણી પહેલા કોંગ્રેસના આ ઉમેદવારને આવ્યો હાર્ટ એટેક, તબિયત બગડતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા

11/28/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat Election : ચૂંટણી પહેલા કોંગ્રેસના આ ઉમેદવારને આવ્યો હાર્ટ એટેક, તબિયત બગડતા તાત્કાલિક

ગુજરાત ડેસ્ક : એક તરફ ગુજરાતમાં ચૂંટણીને હવે બે જ દિવસ બાકી રહ્યાં છે અને તમામ પક્ષોનો જોરશોરમાં પ્રચાર અને પ્રહાર પણ ચાલુ છે. તમામ પક્ષોએ ઉમેદવારો પણ જાહેર કરી દીધાં છે. આ દરમિયાન કોંગ્રેસના એક ઉમેદવારને હાર્ટ એટેક આવ્યાના સમાચાર સામે આવ્યા છે. જાણો કોણ છે આ ઉમેદવાર?


હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

ગુજરાતની ચૂંટણી પહેલા ભાવનગરના કોંગ્રેસ ઉમેદવારને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે. કહેવાય છે કે ભાવનગરની ગ્રામ્ય બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલ હાલમાં હાર્ટ એટેક આવ્યો છે. જેના લીધે એકાએક તેમની તબિયત ખરાબ થતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એટેક આવતા તેઓએ સ્ટેન્ડ મૂકવું પડ્યું છે.


રેવતસિંહ ગોહિલ છેલ્લા 22 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા

રેવતસિંહ ગોહિલ છેલ્લા 22 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા

ભાવનગર ગ્રામ્ય બેઠક પર ભાજપ અને કોળી સમાજના કદાવર નેતા પરસોતમ સોલંકી સામે કોંગ્રેસે રેવતસિંહ ગોહિલને ટિકિટ આપી હતી. રેવતસિંહ ગોહિલ કે જેઓ ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને તેઓ સમાજમાં આગવું નામ ધરાવે છે. ભાવનગર ગ્રામ્ય વિધાનસભા 103માં રેવતસિંહ ગોહિલનું નામ જાહેર થયું છે. રેવતસિંહ ગોહિલ છેલ્લા 22 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને ગોહિલવાડ રાજપૂત સમાજના ઉપપ્રમુખ તરીકે પણ તેઓ પોતાની જવાબદારી નિભાવી રહ્યાં છે. ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા પરસોતમભાઈ સોલંકી કે જેઓ પાંચ ટર્મથી વિજેતા બની રહ્યાં છે તેમની સામે એક નવા જ ચહેરા તરીકે રેવતસિંહ ગોહિલને કોંગ્રેસે ઘોષિત કર્યા છે.


5 ટર્મથી ભાજપના ઉમેદવાર વિજેતા

ભાવનગર ગ્રામ્ય બેઠક પર છેલ્લી 5 ટર્મથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ સોલંકી વિજેતા થઈ રહ્યાં છે અને પક્ષે તેઓને ફરી ટિકિટ આપી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ભાવનગર ગ્રામ્ય બેઠક છેલ્લાં 25 વર્ષથી ભાજપ પાસે છે છતાં અહીં વિકાસ ખૂબ ઓછો રહ્યો છે અને રોડ, પાણી, ગંદકી, એસ.ટી.બસની સુવિધા સહિતના અનેક પ્રશ્નથી લોકો ત્રાસી ગયા છે. છેલ્લી 5 ટર્મમાં કોંગ્રેસે કોળી અને ક્ષત્રિય ઉમેદવારોને ટિકિટ આપી હતી પરંતુ તેઓ તમામ હારી ગયા છે. આ બેઠક પર કોળી સમાજના સૌથી વધુ મત છે અને બીજા ક્રમે ક્ષત્રિય સમાજના મત છે તેથી મોટાભાગે આ બેઠક પર કોળી અને ક્ષત્રિય સમાજના ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામતો હોય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top