માસ્ક પહેરવાનું ભૂલતા નહીં, કોરોના અભી ઝીંદા હે! ફરીથી સતત વધી રહ્યાં છે કોરોના કેસ

માસ્ક પહેરવાનું ભૂલતા નહીં, કોરોના અભી ઝીંદા હે! ફરીથી સતત વધી રહ્યાં છે કોરોના કેસ

04/13/2022 National

SidhiKhabar

SidhiKhabar

માસ્ક પહેરવાનું ભૂલતા નહીં, કોરોના અભી ઝીંદા હે! ફરીથી સતત વધી રહ્યાં છે કોરોના કેસ

નેશનલ ડેસ્ક: દેશમાં ફરી એકવાર કોરોના (Covid-19)ના કેસ વધવા લાગ્યા છે. કેન્દ્ર સરકારે સંક્રમણની વધતી ગતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. કેન્દ્ર સરકારે પણ કોરોના ગાઈડલાઈનને લઈને પાંચ રાજ્યોને પત્ર લખ્યો છે. પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વધતાં સંક્રમણ પર બ્રેક લગાવવા માટે યોગ્ય પગલાં લેવાની સૂચના કેન્દ્ર તરફથી રાજ્યોને આપવામાં આવી છે.


કેન્દ્રએ પાંચ રાજ્યોને લખ્યો પત્ર

 કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે દિલ્હી-મહારાષ્ટ્ર સહિત કેરળ, હરિયાણા અને મિઝોરમમાં કોરોનાના વધતા કેસોને ગંભીરતાથી લેવા જણાવ્યું છે. રાજેશ ભૂષણે સંબંધિત વિભાગોને કોરોનાના કેસ પર સતત નજર રાખવા અને સંક્રમણની ગતિ ઘટાડવા માટે જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.


નવા વેરિઅન્ટ 'X-E' અંગે મોનિટરિંગ વધશે

નવા વેરિઅન્ટ 'X-E' અંગે મોનિટરિંગ વધશે

આ રાજ્યોને તેમણે સંક્રમણ સામે પાંચ પાયા ધરાવતી વ્યૂહરચના અપનાવવા કહ્યું છે. આ પાંચ પાયામાં ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ, રસીકરણ અને કોરોના યોગ્ય વર્તનનો સમાવેશ થાય છે. અગાઉ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ રાજ્યોને કોવિડ-19ના નવા પ્રકાર 'X-E' (COVID XE વેરિઅન્ટ) અંગે સર્વેલન્સ અને તકેદારી વધારવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે કોરોનાના નવા વેરિઅન્ટને લઈને દેશના અગ્રણી નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી.


આરોગ્ય મંત્રાલયે નિવેદન બહાર પાડ્યું

આરોગ્ય મંત્રાલયે એક નિવેદન જારી કર્યું છે. જેમાં કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓની ઉપલબ્ધતાની સતત સમીક્ષા થવી જોઈએ, આ સાથે રસીકરણ અભિયાનની ઝડપ વધારવા અને તમામ પાત્રતા ધરાવતા લોકોને રસીકરણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.


કોરોના સંક્રમણ અંગે કેન્દ્રની બેઠક

કોરોના સંક્રમણ અંગે કેન્દ્રની બેઠક

કોરોના સંક્રમણ અંગેની આ બેઠકમાં નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડૉ. વી.કે. પૉલ, આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ, ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા, ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડિરેક્ટર જનરલ ડૉ.બલરામ ભાર્ગવ, ડૉ. એન.કે. અરોરા, ભારતનાં રસીકરણ રાષ્ટ્રીય તકનીકી સલાહકાર જૂથના વડા અને આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


છેલ્લા 24 કલાકમાં 1088 નવા કેસ સામે આવ્યા છે

છેલ્લા 24 કલાકમાં 1088 નવા કેસ સામે આવ્યા છે

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1088 નવા કેસ નોંધાયા છે. દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 10,870 છે. છેલ્લા 24 કલાકમાં 26 મૃત્યુ થયા છે, સાથે જ મૃત્યુની સંખ્યા વધીને 5,21,736 થઈ ગઈ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top