કોરોનાનાં કેશમાં ચિંતાજનક વધારો!! 24 કલાકમાં આટલા નવા કેસ, 5 દર્દીનાં મોત, સક્રિય દર્દી આટલાને

કોરોનાનાં કેશમાં ચિંતાજનક વધારો!! 24 કલાકમાં આટલા નવા કેસ, 5 દર્દીનાં મોત, સક્રિય દર્દી આટલાને વટાવી ગયા

01/03/2024 National

SidhiKhabar

SidhiKhabar

કોરોનાનાં કેશમાં ચિંતાજનક વધારો!! 24 કલાકમાં આટલા નવા કેસ, 5 દર્દીનાં મોત, સક્રિય દર્દી આટલાને

Corona Cases : દેશમાં ફરી એકવાર કોરોના ડરામણો સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેવું દેખાય છે. આજે ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. દેશમાં એક દિવસમાં નવા 602 કેસ નોંધાયા હતા.


સ્વાસ્થ્ય મંત્રાલયે આપી માહિતી

સ્વાસ્થ્ય મંત્રાલયે આપી માહિતી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 602 નવા કેસ સામે આવ્યા. જોકે 5 લોકોના મૃત્યુ થયા હતા. દેશમાં કોરોનાના કુસ એક્ટિવ કેસની સંખ્યા પણ હવે 4440 થઈ ચૂકી છે. 


અગાઉ એક દિવસ પહેલાં શું હતી સ્થિતિ

અગાઉ એક દિવસ પહેલાં શું હતી સ્થિતિ

માહિતી અનુસાર એક દિવસ પહેલા એટલે કે 2 જાન્યુઆરીએ 573 નવા કેસ નોંધાયા હતા. જોકે બે લોકો મૃત્યુ પામ્યા હતા. તેના પહેલા 1 જાન્યુઆરીએ દેશમાં 636 નવા કેસ સામે આવ્યા હતા અને 3 લોકોએ જીવ ગુમાવ્યા હતા. બીજી બાજુ કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનું મોત નીપજ્યું, જ્યારે કુલ 148 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. 


સૌથી વધુ કેસો

સૌથી વધુ કેસો

ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG)ના અહેવાલો મુજબ નવા વેરિયન્ટના સૌથી વધુ 83 કેસ કેરળમાં નોંધાયા છે. ત્યારબાદ ગોવામાં 51, ગુજરાતમાં 34, કર્ણાટકમાં 8, મહારાષ્ટ્રમાં 7, રાજસ્થાનમાં 5, તમિલનાડુમાં 2 તેમજ ઓડિશા અને દિલ્હીમાં 1-1 કેસ સામે આવ્યા છે. અહેવાલ મુજબ ડિસેમ્બરમાં દેશભરમાં નોંધાયેલા કુલ કોરોના કેસોમાંથી 179 કેસોમાં JN.1 વેરિયન્ટની પુષ્ટી થઈ હતી, જ્યારે નવેમ્બરમાં 17 કેસો નોંધાયા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top