માછલી પકડી વખત કપલની જાળમાં ફસાઈ એવી વસ્તુ કે જોતા જ પહોળી થઈ ગઈ આંખો

માછલી પકડી વખત કપલની જાળમાં ફસાઈ એવી વસ્તુ કે જોતા જ પહોળી થઈ ગઈ આંખો

06/05/2024 World

SidhiKhabar

SidhiKhabar

માછલી પકડી વખત કપલની જાળમાં ફસાઈ એવી વસ્તુ કે જોતા જ પહોળી થઈ ગઈ આંખો

કહેવાય છે ને કે જ્યારે ઉપરવાળો આપે છે તો છપ્પર ફાડીને આપે છે. એવું જ કંઈક ન્યૂયોર્કના એક તળાવમાં માછલી પકડનાર સાથે થયું. પળવારમાં કપલનું નસીબ પલટી ગયું. જોત જોતામાં ગરીબમાંથી અમીર બની ગયું. કપલ ચુંબક જાળના સહારે માછલી પકડવાની કામ કરે છે. કપલ રોજની જેમ માછલી પકડવા ગયું હતું.


પેટી ખોલી તો નવાઈ પામ્યું કપલ

પેટી ખોલી તો નવાઈ પામ્યું કપલ

માછલી પકડતી વખત કપલના હાથમાં એક એવી વસ્તુ લાગી, જેણે તેમનું નસીબ જ બદલી દીધું. કપલે માછલી પકડવા માટે પાણીમાં ચૂબકવાળી જાળ ફેંકી હતી. ત્યારબાદ જાળમાં કંઈક ભારે વસ્તુ હોવાનું અનુભવાયું. જ્યારે જાળને બહાર કાઢી તો એક ભારેભરખમ પેટી જાળની અંદર ફસાઈ હતી. તેમણે તેને પોતાની તરફ ખેંચી. જ્યારે તેમણે પેટી ખોલીને જોઇ તો, તેઓ નવાઈ પામ્યા. તેમાં લાખોની નોટોની થોકડીઓ ભરેલી તિજોરી રાખેલી હતી. તેમાંથી કેટલીક નોટ ખરાબ થઈ ગઈ હતી, પરંતુ ઘણી હદ સુધી થોકડીઓ સારી હતી.


બોલાવવી પડી પોલીસ:

બોલાવવી પડી પોલીસ:

કપલે ઈમાનદારી દેખાડતા તાત્કાલિક પોલીસને ફોન કર્યો. જાણકારી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને પેટીને ચેક કરી. પેટીની અંદર લગભગ 83 લાખ ( 100,000 ડૉલર)ની રોકડ રાખેલી હતી. ત્યારબાદ પેટી કપલને આપી દીધી. પોલીસે કહ્યું કે, પેટી કોઈ ગુનાવાળી જગ્યાએ મળી નથી અને પેટીની અંદર કોઈ એડ્રેસ પણ નથી, જેનાથી જાણકારી મેળવી શકાય. એમ કહેતા પોલીસે એ બધા પૈસા દંપતીને આપી દીધા. આ પ્રકારે દંપતીનું નસીબ ક્ષણવારમાં પલટી ગયું. તેઓ જોત જોતામાં ગરીબમાંથી અમીર બની ગયા. આ પ્રકારે તેમની લોટરી લાગી ગઈ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top