કોરોનાનો નવો એટેક.., આ વર્ષે પહેલી વખત એક્ટિવ કેસ 1000ને પાર, ગુજરાતમાં આટલા એક્ટિવ કેસ

કોરોનાનો નવો એટેક.., આ વર્ષે પહેલી વખત એક્ટિવ કેસ 1000ને પાર, ગુજરાતમાં આટલા એક્ટિવ કેસ

05/26/2025 National

SidhiKhabar

SidhiKhabar

કોરોનાનો નવો એટેક.., આ વર્ષે પહેલી વખત એક્ટિવ કેસ 1000ને પાર, ગુજરાતમાં આટલા એક્ટિવ કેસ

કોરોના વાયરસ ફરી એકવાર દેશમાં દસ્તક દઈ રહ્યો છે, જેના પર આરોગ્ય મંત્રાલય તેમજ રાજ્ય સરકારો નજર રાખી રહી છે. સોમવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 1009 પર પહોંચી ગઈ છે, જેમાંથી 752 કેસની પુષ્ટિ તાજેતરમાં થઈ છે. છેલ્લા બે અઠવાડિયાથી, આ આંકડો 257 હોવાનું નોંધાયું હતું, પરંતુ સોમવારે જાહેર કરાયેલા તાજેતરના આંકડાઓમાં, કેસોમાં વધારો થયો છે. આ સાથે, આરોગ્ય મંત્રાલય દ્વારા 7 લોકોના મોતની પણ પુષ્ટિ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 4, કેરળમાં 2 અને કર્ણાટકમાં 1 વ્યક્તિનું મોત થયું છે.


આરોગ્ય મંત્રાલય પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે

આરોગ્ય મંત્રાલય પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે

આરોગ્ય મંત્રાલયના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તાજેતરમાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC), ઇમરજન્સી મેડિકલ રિલીફ (EMR) વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને કેન્દ્ર સરકારની હોસ્પિટલોના નિષ્ણાતોની એક સમીક્ષા બેઠક આરોગ્ય સેવા મહાનિર્દેશક (DGHS)ની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી.


દિલ્હીમાં કોરોનના કેસ વધ્યા

દિલ્હીમાં કોરોનના કેસ વધ્યા

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો છે. હવે દિલ્હીમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 104 છે. તાજેતરમાં, દિલ્હીના આરોગ્ય મંત્રી ડૉ. પંકજ સિંહે એક વીડિયો જાહેર કરીને લોકોને ન ગભરાવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘મને નથી લાગતું કે કોઈએ ગભરાવાની જરૂર છે. આપણી બધી હોસ્પિટલો દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે. હોસ્પિટલોમાં ઓક્સિજન સહિત દરેક વસ્તુ માટે સંપૂર્ણ વ્યવસ્થા છે. જો કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. તેની સાથે જ, કોરોનાને લઈને દિલ્હીમાં એક એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે.


કયા રાજ્યમાં કેટલા કેસ છે?

કયા રાજ્યમાં કેટલા કેસ છે?

કોરોના ના તાજેતરના કેસોની વાત કરીએ તો, કેરળમાં સૌથી વધુ નવા કેસ મળ્યા છે. અહીં સૌથી વધુ 430 સક્રિય કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 209, દિલ્હીમાં 104, ગુજરાતમાં 83, તમિલનાડુમાં 69, કર્ણાટકમાં 47 ઉત્તર પ્રદેશમાં 15, રાજસ્થાનમાં 13, પશ્ચિમ બંગાળમાં 12, પુડુચેરી 9, હરિયાણામાં 9, આંધ્રપ્રદેશમાં 4, મધ્ય પ્રદેશમાં 2, છત્તીસગઢ, ગોવા અને તેલંગાણામાં 1-1 સક્રિય કેસ મળી આવ્યા છે. ભારતમાં કુલ સક્રિય કેસની સંખ્યા 1009 પર પહોંચી ગઈ છે. આંદામાન અને નિકોબાર, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર વગેરે જેવા કેટલાક રાજ્યોમાં હાલમાં કોઈ સક્રિય કેસ નોંધાયા નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top