દિગ્ગજ ક્રિકેટરનો થયો ઘાતક અકસ્માત : દુર્ઘટના સમયે દીકરો પણ સાથે હતો

દિગ્ગજ ક્રિકેટરનો થયો ઘાતક અકસ્માત : દુર્ઘટના સમયે દીકરો પણ સાથે હતો

11/29/2021 Sports

SidhiKhabar

SidhiKhabar

દિગ્ગજ ક્રિકેટરનો થયો ઘાતક અકસ્માત : દુર્ઘટના સમયે દીકરો પણ સાથે હતો

સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ખેલાડી અને દુનિયાના સૌથી સફળ સ્પિન બોલરોમાં ગણાતો શેન વોર્ન (Shane Warne) મોટી મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. ઓસ્ટ્રેલિયન સ્પિનર ​​શેન વોર્ન રવિવારે તેના પુત્ર જેક્સન સાથે મોટરબાઈક ચલાવતી વખતે અકસ્માતનો ભોગ બન્યો હતો અને ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. આ અકસ્માત બાદ તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

લગભગ 15 મીટર સુધી ઢસડાતો ગયો હતો

લગભગ 15 મીટર સુધી ઢસડાતો ગયો હતો

ઓસ્ટ્રેલિયન મીડિયા અનુસાર, શેન વોર્ન પુત્ર જેક્સન સાથે રવિવારે સવારે બાઇકરાઇડ પર નીકળ્યો હતો. દરમિયાન અચાનક કોઈક કારણોસર બાઈક સ્લિપ થઈ ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, બાઇક પરથી પડ્યા બાદ વોર્ન લગભગ 15 મીટર સુધી ઢસડાતો ગયો હતો. સાથે બેઠેલા તેના પુત્રને પણ ઈજા પહોંચી હતી. હાલ તે પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.

હાલ બંને સુરક્ષિત

અકસ્માત બાદ વોર્ને કહ્યું કે, તેને ઘણી ઈજાઓ થઈ છે. તેને કહ્યું કે અકસ્માત જે રીતે થયો હતો તેને જોતા તેને ખૂબ ડર હતો કે, કદાચ તેનો પગ અથવા હિપ તૂટી ગયા હશે. જેથી તે એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. જોકે, વોર્ન અને તેનો પુત્ર બંને હાલ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

મીડિયા સાથે વાત કરતા શેન વોર્ને કહ્યું કે, રવિવારે થયેલા અકસ્માત બાદ તે દુઃખી છે. 52 વર્ષીય શેન વોર્નને આશા છે કે તે સમયસર સ્વસ્થ થઈ જશે અને ફોક્સ ક્રિકેટ માટે કોમેન્ટ્રીની ફરજ શરૂ કરશે. આ ઉપરાંત તે 8 ડિસેમ્બરથી ગાબા, બ્રિસ્બેન ખાતે શરૂ થનારી આગામી એશિઝ સીરીઝ 2021-22માં પણ કોમેન્ટેટર તરીકે જોવા મળશે.

શાનદાર ક્રિકેટ કારકિર્દી

શાનદાર ક્રિકેટ કારકિર્દી

શેન વોર્નની ક્રિકેટ કારકિર્દી શાનદાર રહી છે. તે દુનિયાનો બીજો સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર છે. ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં વોર્ને 145 મેચોની 273 ઇનિંગ્સમાં 25.4ની એવરેજથી 708 વિકેટ લીધી છે. તેના નામે ટેસ્ટ ક્રિકેટમાં 37 વખત પાંચ કે તેથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે. માત્ર શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મુથૈયા મુરલીધરન (Muttiah Muralitharan) પાસે તેના કરતા વધુ વિકેટ છે. જેણે કુલ 800 વિકેટ ઝડપી છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top