હવે તો હદ થઇ ગઇ! ક્રિમિનોલૉજીના વિદ્યાર્થીએ બસ ફીલ કરવા હત્યા કરી નાખી!

હવે તો હદ થઇ ગઇ! ક્રિમિનોલૉજીના વિદ્યાર્થીએ બસ ફીલ કરવા હત્યા કરી નાખી!

12/12/2024 World

SidhiKhabar

SidhiKhabar

હવે તો હદ થઇ ગઇ! ક્રિમિનોલૉજીના વિદ્યાર્થીએ  બસ ફીલ કરવા હત્યા કરી નાખી!

UK Criminology Student: UKથી રૂવાડા ઉભા કરી દે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ક્રિમિનોલૉજીના એક વિદ્યાર્થીએ એક મહિલાનો જીવ લઈ લીધો જેથી તે જાણી શકે કે હત્યા કરીને કેવું ફીલ થાય છે. તમને જણાવી દઈએ કે આ ભયાનક ઘટના 24 મેના રોજ બોર્નમાઉથ સમુદ્ર કિનારે બની હતી. ત્યારબાદ, 20 વર્ષીય નસેન સાદીને 34 વર્ષીય એમી ગ્રેની હત્યા અને તેની 38 વર્ષીય મિત્ર લીન માઈલ્સની હત્યાના પ્રયાસના આરોપમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેની ટ્રાયલ હાલમાં વિન્ચેસ્ટર ક્રાઉન કોર્ટમાં ચાલી રહી છે. કોર્ટને કહેવામાં આવ્યું હતું કે યુવકે હુમલાની યોજના બનાવવા માટે લગભગ એક મહિના જેટલો સમય લીધો હતો. ચાલો તેના વિશે જાણીએ.


શું ફિલ્મમાંથી આઈડિયા લીધો?

શું ફિલ્મમાંથી આઈડિયા લીધો?

ધ મિરર અહેવાલ મુજબ, ફરિયાદી સારા જોન્સ કેસીએ કહ્યું કે, સાદીની હરકતો ખૂબ ભયાનક હતી. એવું લાગે છે કે તે જાણવા માગતો હતો કે મહિલાઓને ડરાવવા માટે, તેમનો જીવ લેવો પડશે. કદાચ તેને લાગ્યું કે તેનાથી તે શક્તિશાળી અનુભવશે. જો કે, સાદી તેના ગુનાઓ માટે દોષિત માનતો નથી.

હુમલાની રાત્રે, એમી ગ્રે અને લીન માઈલ્સ વેસ્ટ અંડરક્લિફ પ્રોમેનેડમાં ડર્લી ચાઈન બીચ પર આગની પાસે બેસીને શાંતિથી આસપાસ જોઈ રહ્યા હતા. નાસેન સાદીએ તે જ દિવસે બોર્નમાઉથમાં ટ્રેવલૉજ બૂક કરાવ્યું હતું. તેણે 'ધ સ્ટ્રેન્જર્સ- ચેપ્ટર' નામની ફિલ્મ પણ જોઈ, જેમાં છરા મારવાના કેટલાક હિંસક દૃશ્યો છે. ફરિયાદીને શંકા છે કે ફિલ્મમાંથી તેને આ ભયાનક કૃત્ય કરવાનો વિચાર આવ્યો હતો.


છરા વડે હત્યા

છરા વડે હત્યા

સારા જોન્સ કેસીના દાવા મુજબ, જ્યારે ગ્રે અને માઈલ્સ તેમની ક્ષણનો આનંદ માણી રહ્યા હતા, ત્યારે સાદી ગુપ્ત રીતે તેમની પાસે ગયો અને છરા વડે હુમલો કર્યો. બંને મહિલાઓએ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ સાદીએ કોઈક રીતે ગ્રેને પકડીને મારી નાખી.

માઇલ્સ બચી ગઇ, પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી. પોલીસના જણાવ્યા અનુસાર તેની છાતી અને પીઠ પર અનેક ઘા હતા. માઈલ્સે પાછળથી ખુલાસો કર્યો કે તેણે વારંવાર તેના જીવનની ભીખ માગી હતી, પરંતુ સાદી રોકાવાના મૂડમાં નહોતો.

જેલ અધિકારી બેન્જામિન રાફોએ તેમના અહેવાલમાં જણાવ્યું હતું કે સાદીએ સ્વીકાર્યું હતું કે તેને છરાઓનો શોખ છે અને તેના સંગ્રહમાં 6 છરા હતા કારણ કે તેને તેના 'આકાર અને સ્વરૂપ' પસંદ હતા. સમુદ્ર કિનારાથી જવા અગાઉ, સાદીએ તેના કપડા બદલ્યા અને હુમલો કરવા માટે જે હથિયારનો ઉપયોગ કર્યો હતો તેને ફેંકી દીધા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top