આ રાજ્યની 8000 ખાનગી શાળાઓ પર કાર્યવાહીની તૈયારી, રોજ લાગશે 10,000નો દંડ

આ રાજ્યની 8000 ખાનગી શાળાઓ પર કાર્યવાહીની તૈયારી, રોજ લાગશે 10,000નો દંડ

08/05/2024 Education

SidhiKhabar

SidhiKhabar

આ રાજ્યની 8000 ખાનગી શાળાઓ પર કાર્યવાહીની તૈયારી, રોજ લાગશે 10,000નો દંડ

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ રાજ્ય સરકારે ખાનગી શાળાઓને નોંધણી કરાવવાનું અનિવાર્ય કરી દીધુ છે. તેના માટે ઓનલાઇન અરજીઓ લેવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 20 હજાર ખાનગી શાળાઓએ અરજી કરી છે. તો 40 હજાર ખાનગી શાળાઓવી સંખ્યાની અપેક્ષાએ અરજીઓ ઓછી આવી રહી છે. 11,192 ખાનગી શાળાઓ રજિસ્ટર્ડ છે. 8000 શાળાઓએ હજુ સુધી અરજી કરી નથી. તેને ધ્યાનમાં લઇને પ્રાથમિક શિક્ષણ નિયામક મિથિલેશ મિશ્રાએ તમામ જિલ્લાઓને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી (DEO) સૂચના મુજબ અરજી ન કરનાર ખાનગી શાળાઓ સામે કાર્યવાહી કરશે.


પ્રાથમિક શિક્ષણ નિયામકે ખાનગી શાળાને સમજાવ્યા નિયમો

પ્રાથમિક શિક્ષણ નિયામકે ખાનગી શાળાને સમજાવ્યા નિયમો

ડિરેક્ટર મિથિલેશ મિશ્રાએ જણાવ્યું હતું કે મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારના અધિનિયમના હેઠળ ખાનગી શાળાઓની નોંધણી એટલે કે મંજૂરી લેવી ફરજિયાત છે. આ અધિનિયમમાં એવી જોગવાઇ છે કે કોઇ પણ શાળા નિયત ધારા ધોરણોને પૂર્ણ કરતી હોય, સક્ષમ અધિકારી પાસેથી મંજૂરીનું પ્રમાણપત્ર મેળવ્યા વિના સ્થાપિત અથવા સંચાલિત કરવામાં નહીં કરે. આ જોગવાઇના ઉલ્લંઘનની સ્થિતિમાં દોષી વ્યક્તિ રે સંસ્થાને 1 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે અથવા નિર્ધારિત તારિખ બાદ પણ શાળા સંચાલિત રહેવા પર રોજ 10,000 રૂપિયાનો દંડ ફટકારી શકાય છે. રજીસ્ટ્રેશન માટે જે ખાનગી શાળાઓએ અત્યાર સુધી ઓનલાઇન અરજી કરી નથી, એ શાળાઓની યાદી જિલ્લાઓ પાસેથી માગવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top