ભારત સહિત 75 દેશોને રાહત, ચીન પર 125% વાળો ટેરિફ બોમ્બ...; જાણો અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની નવી

ભારત સહિત 75 દેશોને રાહત, ચીન પર 125% વાળો ટેરિફ બોમ્બ...; જાણો અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની નવી જાહેરાતની મોટી વાતો

04/10/2025 World

SidhiKhabar

SidhiKhabar

ભારત સહિત 75 દેશોને રાહત, ચીન પર 125% વાળો ટેરિફ બોમ્બ...; જાણો અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની નવી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના ઉત્પાદનો પર 125 ટકા આયાત ડ્યૂટી લાદવાની જાહેરાત કરીને ચીન પર મોટો આર્થિક હુમલો કર્યો છે. આ અગાઉ અમેરિકાએ આ દર વધારીને 104 ટકા કર્યો હતો. ત્યારબાદ, ચીને પણ અમેરિકાથી આવતા ઉત્પાદનો પર ડ્યૂટી વધારીને 84 ટકા કરી દીધી હતી. તો, ટ્રમ્પે 'રેસિપ્રોકલ ટેરિફ' પર 90 દિવસની છૂટ આપવાની જાહેરાત કરીને ભારત સહિત 75 દેશોને મોટી રાહત આપી છે. આ દરમિયાન, આ દેશો પર માત્ર 10 ટકા ડ્યૂટી લાગૂ પડશે.

આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે વિશ્વના મુખ્ય દેશો વચ્ચે વ્યપારિક તણાવ ચરમસીમાએ પહોંચી રહ્યો છે અને વૈશ્વિક મંદીની આશંકા વધી રહી છે. એક તરફ ટ્રમ્પના આ નિર્ણયને ચીન પર દબાણ લાવવાની રણનીતિ માનવામાં આવી રહી છે, તો બીજી તરફ ટીકાકારોનું કહેવું છે કે, આ પગલું વૈશ્વિક બજારોમાં ઘટાડા અને ભારે ટીકા પછી લેવામાં આવેલો 'યુ-ટર્ન' છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર કહ્યું કે, "મેં 90-દિવસના પોઝને અધિકૃત કર્યો છે, આ દરમિયાન અન્ય દેશો માટે રેસિપ્રોકલ ટેરિફ ઘટાડીને 10 ટકા કરવામાં આવ્યો છે, જે તાત્કાલિક પ્રભાવથી લાગૂ છે."


ચીન વિરુદ્ધ ટ્રમ્પનું અત્યાર સુધીનું સૌથી મોટું પગલું

ચીન વિરુદ્ધ ટ્રમ્પનું અત્યાર સુધીનું સૌથી મોટું પગલું

અમેરિકા-ચીન વ્યપારિક તણાવ વચ્ચે ટ્રમ્પનું આ અત્યાર સુધીનું સૌથી આક્રમક પગલું માનવામાં આવી રહ્યું છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, "વિશ્વક બજારો પ્રત્યે ચીન દ્વારા દર્શાવવામાં આવેલા અનાદરના જવાબમાં, અમેરિકા હવે 125 ટકા ડ્યૂટી વસૂલશે. ચીને એ સમજવું પડશે કે અમેરિકા અને અન્ય દેશોનું શોષણ હવે સહન કરવામાં નહીં આવે."

આ અગાઉ બુધવારે, ચીને પણ અમેરિકાથી આયાત થતા ઉત્પાદનો પરનો ટેક્સ વધારીને 84 ટકા કર્યો હતો, જે પહેલા 34 ટકા હતો. ચીનના વિદેશ મંત્રાલયે આ પગલાની ટીકા કરીતા કહ્યું કે તેઓ પોતાના કાયદેસર અધિકારો અને હિતોનું રક્ષણ કરવા માટે નક્કર અને મજબૂત પગલાં લેશે.


ભારત સહિત 75 દેશોને રાહત

ભારત સહિત 75 દેશોને રાહત

હાલમાં અમેરિકાના આ ટેરિફ અભિયાનમાં ભારત સહિત 75 દેશોને રાહત મળી છે. આ દેશો પર નવા ટેરિફ દરો લાગૂ નહીં થાય અને તેમને 90 દિવસની છૂટ આપવામાં આવી છે. આ દરમિયાન તેમની પાસેથી માત્ર 10 ટકા ડ્યૂટી લાગશે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી બેસન્ટે જણાવ્યું હતું કે, જે દેશો અમેરિકા સામે બદલો લેવાની કાર્યવાહીથી બચશે તેમને તેનું ઇનામ મળશે. મેક્સિકો અને કેનેડાને 10 ટકા ટેરિફ સ્લેબમાં સામેલ કરવામાં આવ્યા છે, જેનાથી તેમને રાહત મળશે.

બેસન્ટે કહ્યું કે, બજારની પ્રતિક્રિયાને કારણે 90 દિવસનો 'પોઝ' બજારની પ્રતિક્રિયાને કારણે લેવામાં આવ્યો નથી. બજાર સમજી ન શક્યું કે ટેરિફ પ્લાન પહેલાથી જ તેના મહત્તમ સ્તર પર હતો. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે ચીન સતત સંઘર્ષના માર્ગે આગળ વધી રહ્યું હતું. રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આ નિર્ણય દર્શાવે છે કે અમેરિકા હવે પાછળ નહીં હટે.


કયા દેશ પર કેટલો ટેરિફ હતો?

કયા દેશ પર કેટલો ટેરિફ હતો?

ટ્રમ્પે શરૂઆતમાં ઘણા એશિયન દેશો પર 30 ટકાથી લઈને 45 ટકા સુધીનો ટેરિફ લગાવ્યો હતો. જેમાં ભારત પર 26 ટકા ટેરિફનો સમાવેશ થતો હતો. જ્યારે ચીન પર 34 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ટ્રમ્પ પ્રશાસને વિયેતનામથી આયાત થતા માલ પર 46 ટકા, યુરોપિયન યુનિયન પર 20 ટકા, સ્વિત્ઝર્લૅન્ડ પર 31 ટકા અને તાઇવાન પર 32 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી.


શેરબજારમાં તેજી

શેરબજારમાં તેજી

ટ્રમ્પની જાહેરાત બાદ, અમેરિકન શેરબજારોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. S&P 500મા 474.13 પોઈન્ટ (9.52%) વધીને 5,456.90 પર બંધ થયો. જ્યારે નેસ્ડેક કમ્પોઝિટ 1,857.06 પોઈન્ટ (12.16%) વધીને 17,124.97 પર બંધ થયો, ત્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં 2,962.86 પોઈન્ટનો વધારો ((7.87%)  થયો અને તે 40,608.45 પર બંધ થયો. આ દરમિયાન વોલમાર્ટના શેરમાં 8%નો વધારો થયો. બજાર વિશ્લેષકોએ તેને સ્પષ્ટ નીતિ અને સંભવિત કરાર તરફનું એક પગલું ગણાવ્યું છે. ટ્રમ્પની જાહેરાત પછી માત્ર 10 મિનિટમાં અમેરિકન શેરબજારમાં 4 ટ્રિલિયન ડોલરનો રેકોર્ડ ઉછાળો નોંધાયો, જે આ નિર્ણયની વ્યાપક આર્થિક અસરને પ્રતિબિંબિત કરે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top