એર ઇન્ડિયાની ફ્લાઇટમાં તોછડી હરકત, બિઝનેસ ક્લાસમાં યાત્રીએ બીજા મુસાફર પર કર્યો પેશાબ

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં તોછડી હરકત, બિઝનેસ ક્લાસમાં યાત્રીએ બીજા મુસાફર પર કર્યો પેશાબ

04/10/2025 National

SidhiKhabar

SidhiKhabar

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં તોછડી હરકત, બિઝનેસ ક્લાસમાં યાત્રીએ બીજા મુસાફર પર કર્યો પેશાબ

એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 2336માં એક મુસાફરે બિઝનેસ ક્લાસમાં બેઠા બીજા મુસાફર પર પેશાબ કરી દેતા હોબાળો મચી ગયો હતો. આ ઘટના 9 એપ્રિલ 2025ના રોજ દિલ્હીથી બેંગકોક જતી ફ્લાઇટમાં બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે વ્યક્તિ પર પેશાબ કરવામાં આવ્યો હતો તે એક મોટી કંપનીના વરિષ્ઠ અધિકારી છે. આ ઘટના ફ્લાઇટના બિઝનેસ ક્લાસમાં બની હતી. આરોપી મુસાફર બિઝનેસ ક્લાસની સીટ 2D પર બેઠો હતો.

એર ઇન્ડિયાએ કહ્યું કે, ઘટનાની માહિતી મળતા જ ક્રૂ મેમ્બરોએ તમામ નિયમો મુજબ કાર્યવાહી કરી હતી. આરોપી મુસાફરને ચેતવણી આપવામાં આવી હતી અને પીડિત મુસાફરને થાઇલેન્ડમાં ફરિયાદ નોંધાવવાની સલાહ પણ આપવામાં આવી હતી. જોકે, પીડિત મુસાફરે તે સમયે ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કર્યો હતો.


એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ફરી થઇ પેશાબ કરવાની ઘટના

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ફરી થઇ પેશાબ કરવાની ઘટના

આ ઉપરાંત એર ઇન્ડિયાએ જણાવ્યું કે, આ ઘટના બેંગકોકમાં ફ્લાઇટ લેન્ડ કરવા થઈ હતી. આરોપી મુસાફરે પોતાની ભૂલ સ્વીકારી અને માફી પણ માગી. એર ઇન્ડિયાએ આ ઘટનાની તપાસ માટે એક સ્વતંત્ર સમિતિની રચના કરી છે. આ સમિતિ નક્કી કરશે કે આરોપી મુસાફર સામે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે. એરલાઇને જણાવ્યું હતું કે આવી ઘટનાઓનો સામનો કરવા માટે DGCA દ્વારા નિર્ધારિત તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. ફ્લાઇટમાં આવી ઘટના પહેલી વાર બની નથી, પરંતુ બિઝનેસ ક્લાસમાં બનેલી આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે.


2022માં પણ એર ઈન્ડિયાની ફ્લાઇટમાં આવી જ ઘટના બની હતી

2022માં પણ એર ઈન્ડિયાની ફ્લાઇટમાં આવી જ ઘટના બની હતી

આ અગાઉ નવેમ્બર 2022માં પણ એર ઈન્ડિયાની ફ્લાઇટમાં પેશાબ કરવાનો મામલો સામે આવ્યો હતો. એર ઇન્ડિયાની ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઇટમાં શંકર મિશ્રા નામના એક વ્યક્તિએ એક મહિલા મુસાફર પર પેશાબ કર્યો હતો. આ ઘટના બાદ, 6 જાન્યુઆરી, 2023ના રોજ, આરોપી શંકર મિશ્રાની બેંગ્લોરથી ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં કોર્ટે તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. ત્યારબાદ, કોર્ટે 31 જાન્યુઆરી 2023ના રોજ જામીન આપી દીધા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top