સિક્કીમમાં ભારે વરસાદને કારણે લેન્ડસાઈડ..! 15 વિદેશી સહિત 1200 પ્રવાસીઓ ફસાયા

સિક્કીમમાં ભારે વરસાદને કારણે લેન્ડસાઈડ..! 15 વિદેશી સહિત 1200 પ્રવાસીઓ ફસાયા

06/17/2024 National

SidhiKhabar

SidhiKhabar

સિક્કીમમાં ભારે વરસાદને કારણે લેન્ડસાઈડ..! 15 વિદેશી સહિત 1200 પ્રવાસીઓ ફસાયા

સિક્કીમમાં ભારે વરસાદને કારણે લેન્ડસાઈડ થઈ રહી છે. સિક્કીમમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થઈ રહ્યું છે. મંગન જિલ્લામાં ફસાયેલા 1200 પર્યટકોને અહીંથી બહાર નીકાળવાની કામગીરી આજે સોમવારથી શરુ કરવામાં આવી શકે છે. જોકે આ બચાવ કામગીરીનો આધાર ત્યાંના વાતારણ પર રહેલો છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, 15 જૂનના રોજ રવિવારે પણ બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી. પરંતુ વાતારણ અનુકૂળ ન હોવાથી રેસ્ક્યુની કામગીરી રોકી દેવામાં આવી હતી.


સુરક્ષિત બહાર આવી જાય

સુરક્ષિત બહાર આવી જાય

ચુંગથાંગ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) કિરણ થટાલે જણાવ્યું હતું કે, જો હવામાન અનુકૂળ રહેશે, તો હવાઈ અથવા માર્ગ દ્વારા સ્થળાંતર પ્રક્રિયા કરવામાં આવશે. તેમજ વધુમાં જણાવ્યું કે, જિલ્લા વહીવટીતંત્ર ફસાયેલા પ્રવાસીઓને રહેવાની વ્યવસ્થા કરી રહ્યું છે અને તેમના રહેવા માટે લાચુંગ શહેરની વિવિધ હોટલોમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જ્યાં તેમને નજીવા દરે ભોજન આપવામાં આવે છે. તેમજ કહ્યું કે, જો કોઈ અસુવિધા થાય તો પ્રવાસીઓને લાચુંગ પોલીસ સ્ટેશનને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.સિક્કીમમાં અત્યાર સુધી 6 લોકોના મોત

સિક્કીમમાં અત્યાર સુધી 6 લોકોના મોત

આ દરમિયાન, માર્ગ અને પુલ વિભાગના મંત્રી એન બી દહલ લાચુંગ પહોંચ્યા હતા અને તેમણે પર્યટકો સાથે વાતચીત કરી અને તેમની ફરિયાદો સાંભળી હતી. તેમજ તેમને વહેલી તકે સલામત સ્થળાંતર કરવાની ખાતરી આપી હતી. સિક્કિમમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે.15 વિદેશી સહિત 1200 પ્રવાસીઓ ફસાયા

અધિકારીઓએ જણાવ્યું હતું કે, કુદરતી આપત્તિએ માળખાકીય સુવિધાઓને પણ નુકસાન પહોંચાડ્યું છે અનેક વિસ્તારોમાં વીજળી, ખાદ્ય પુરવઠો અને મોબાઈલ નેટવર્ક ખોરવાઈ ગયા છે. ભૂસ્ખલનને કારણે લાચુંગ શહેરમાં 15 વિદેશીઓ સહિત 1,200 થી વધુ પ્રવાસીઓ ફસાયેલા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top