વરિયાળી ખાવાથી ફાયદાની સાથે થઇ શકે છે આ નુકસાન જો ધ્યાનમાં રાખવામાં ન આવે આ બાબત..!?

વરિયાળી ખાવાથી ફાયદાની સાથે થઇ શકે છે આ નુકસાન જો ધ્યાનમાં રાખવામાં ન આવે આ બાબત..!?

04/05/2024 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

વરિયાળી ખાવાથી ફાયદાની સાથે થઇ શકે છે આ નુકસાન જો ધ્યાનમાં રાખવામાં ન આવે આ બાબત..!?

વરિયાળીનો ઉપયોગ મોટેભાગના ઘરોમાં મુખવાસ તરીકે થતો હોય છે. આ સાથે રસોઈમાં તેનો ઉપયોગ અથાણાં તેમજ શાકભાજીનો સ્વાદ વધારવા માટે પણ થાય છે. વરિયાળીએ શરીરને કુદરતી ઠંડક પૂરી પડે છે. તેથી ઘણા લોકો ઉનાળાની ઋતુમાં તડકા અને ગરમીથી પોતાને બચાવવા માટે વરિયાળીનું શરબત બનાવીને પીવે છે. ઉપરાંત વરિયાળીને પાચનશક્તિને પણ વધારનારી મનાય છે.

વરિયાળીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, વિટામિન A અને C જેવા ઘણા પોષક તત્વો રહેલા છે. જેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. પરંતુ જો વરિયાળીનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડે છે.


એલર્જીની સમસ્યા

એલર્જીની સમસ્યા

કોઈ પણ દવાની સાથે વધુ પડતી વરિયાળીનું સેવન ન કરવું જોઈએ. આમ કરવાથી સ્વાસ્થ્યને વધુ નુકસાન થઈ શકે છે. તબીબી સલાહ મુજબ જ આયુર્વેદિક દવાઓની સાથે વરિયાળીનું સેવન કરવું જોઈએ. વરિયાળીનું વધુ પડતુ કે ખોટા કોમ્બીનેશન સાથે સેવન કરવાથી વ્યક્તિને એલર્જીની સમસ્યા થઈ શકે છે.


સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે હાનિકારક

સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે હાનિકારક

સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ વરિયાળીનું વધારે સેવન ન કરવું જોઈએ. વરિયાળીનું સેવન કરવાથી દૂધ ઉત્પાદનમાં સમસ્યા થઈ શકે છે અને સ્ત્રીઓમાં સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે. અને તેનાથી માત્ર માતાના સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ બાળકના સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર પડે છે.


છીંક આવવી અને પેટમાં દુખાવો

છીંક આવવી અને પેટમાં દુખાવો

વરિયાળીની ઠંડક આપનારી પ્રકૃતિને લીધે તેના બીજમાં કેટલાક સંયોજનો જોવા મળે છે, જેનું વધુ સેવન કરવામાં આવે તો તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેનાથી વારંવાર શરદી થવી કે છીંક આવવી કે પેટમાં દુખાવો વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે.


ત્વચા સંબંધિત સમસ્યાઓ

ત્વચા સંબંધિત સમસ્યાઓ

વરિયાળીના વધુ પડતા સેવનથી ઘણી વખત ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ થાય છે. વરિયાળી વધારે ખાવાથી ત્વચાની સંવેદનશીલતા વધે છે. જેના કારણે ચહેરા પર લાલ ફોલ્લીઓ દેખાવા લાગે છે અને તડકામાં બહાર નીકળતા તેમાં બળતરા થાય છે. ત્વચાને થતા આવા નુકસાનને રોકવા માટે વરિયાળીનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ.


વરિયાળીનું સેવન મુખવાસ તરીકે કરી શકો છો. પાચન સંબંધી સમસ્યાઓ દૂર કરવા અને શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે રાત્રિભોજન પછી અને સૂતા પહેલા 1 ચમચી વરિયાળી ખાઈ શકાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top