ટ્રમ્પ સરકારને કોર્ટે આપ્યો મોટો ઝટકો, હાર્વર્ડમાં વિદેશી વિદ્યાર્થીઓને એડમિશન ન આપવાના નિર્ણય

ટ્રમ્પ સરકારને કોર્ટે આપ્યો મોટો ઝટકો, હાર્વર્ડમાં વિદેશી વિદ્યાર્થીઓને એડમિશન ન આપવાના નિર્ણય પર લાગી રોક

05/24/2025 World

SidhiKhabar

SidhiKhabar

ટ્રમ્પ સરકારને કોર્ટે આપ્યો મોટો ઝટકો, હાર્વર્ડમાં વિદેશી વિદ્યાર્થીઓને એડમિશન ન આપવાના નિર્ણય

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાની એક કોર્ટે હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના એડમિશન પર પ્રતિબંધ મૂકવાના ટ્રમ્પ પ્રશાસનના આદેશને રોકી દીધો છે. આ અગાઉ, હાર્વર્ડ દ્વારા આ બાબતનો વિરોધ કરતા 2 કેસ દાખલ કરવામાં આવ્યા હતા. શુક્રવારે બોસ્ટનની એક કોર્ટમાં દાખલ કરાયેલી ફરિયાદમાં હાર્વર્ડે જણાવ્યું હતું કે વિદેશી વિદ્યાર્થીઓના એડમિશન પર પ્રતિબંધ લગાવવો અમેરિકન બંધારણ અને અન્ય સંઘીય કાયદાઓનું સ્પષ્ટ ઉલ્લંઘન છે, સાથે જ યુનિવર્સિટી અને 7000થી વધુ વિઝા ધારકો પર તાત્કાલિક અને ખૂબ જ ખરાબ અસર પડશે. સરકારની એક કલમના ઘાથી, હાર્વર્ડના વિદ્યાર્થીઓના એક ચતુર્થાંશ સંખ્યાને ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે, જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી કે જે યુનિવર્સિટી અને તેના મિશનમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે.


કોર્ટે લાદ્યો અસ્થાયી પ્રતિબંધ

કોર્ટે લાદ્યો અસ્થાયી પ્રતિબંધ

વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટીઓમાં સામેલ હાર્વર્ડે કહ્યું કે, ‘આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ વિના હાર્વર્ડ હાર્વર્ડ નથી. ડેમોક્રેટિક પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા નિયુક્ત અમેરિકન ડિસ્ટ્રિક્ટ જજ એલિસન બરોઝે આ નીતિ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ લગાવવાનો આદેશ જાહેર કર્યો હતો. હાર્વર્ડે ટ્રમ્પ સામે જોરદાર વિરોધ નોંધાવ્યો છે. યુનિવર્સિટીએ અગાઉ પણ તેને મળતા લગભગ 3 બિલિયન ડોલર માટે કેસ દાખલ કર્યો હતો. તેના પણ ટ્રમ્પ પ્રશાસને રોક લગાવી દીધી હતી.  


ડોનાલ્ડ ટ્રમ્પને આ લોકોનું મળ્યું સમર્થન

ડોનાલ્ડ ટ્રમ્પને આ લોકોનું મળ્યું સમર્થન

આ દરમિયાન, પોલ, વીસ અને સ્કેડન આર્પ્સ જેવી કાયદાકીય સંસ્થાઓ ટ્રમ્પને ટેકો આપતી દેખાઈ અને ફ્રીમાં કાનૂની સેવાઓ પૂરી પાડવા સહમતી વ્યક્ત કરી. બરોઝના ચૂકાદા અગાઉ એક નિવેદનમાં, વ્હાઇટ હાઉસના પ્રવક્તા એબીગેલ જેક્સને કેસને ફગાવી દીધો. તેમણે કહ્યું કે, જો હાર્વર્ડને પોતાના કેમ્પસમાં અમેરિકા વિરોધી, યહૂદી વિરોધી, આતંકવાદ સમર્થક આંદોલનકારીઓના સંકટ સમાપ્ત કરવાની આટલી જ ચિંતા હોત, તો તેઓ શરૂઆતથી આ પરિસ્થિતિમાં ન હોત. તેમણે વધુમાં કહ્યું કે, હાર્વર્ડે પોતાનો સમય અને સંસાધનો સુરક્ષિત કેમ્પસ વાતાવરણ બનાવવામાં ખર્ચ કરવો જોઈએ, ન કે તુચ્છ કેસ દાખલ કરવામાં.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top