‘સન ઓફ સરદાર’, ‘R...રાજકુમાર’ના એક્ટર મુકુલ દેવનું 54 વર્ષની વયે નિધન
‘સન ઓફ સરદાર’, ‘R...રાજકુમાર’, ‘જય હો’ સહિત અનેક ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા સાબિત કરનાર અભિનેતા મુકુલ દેવનું શુક્રવારે રાત્રે નિધન થઈ ગયું. તેમની ઉંમર 54 વર્ષ હતી. શનિવારે, તેમના મૃત્યુના સમાચાર સાંભળીને તેમના મિત્રો તેમના ઘરે પહોંચ્યા હતા. અભિનેતાનું મૃત્યુ કેવી રીતે થયું તેની વિગતો હજુ સુધી મળી શકી નથી. મુકુલ દેવના નજીકના મિત્ર દીપશિખા નાગપાલે સોશિયલ મીડિયા પર અભિનેતાના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર મુકુલ દેવ સાથેની પોતાની એક જૂની તસવીર પોસ્ટ કરી, જેમાં તેણે લખ્યું- ‘RIP’. તો, અભિનેતાના મૃત્યુના સમાચારથી ચાહકો અને ઘણા સેલેબ્સ શોક્ડ થઈ ગયા છે.
મુકુલ દેવ છેલ્લે હિન્દી ફિલ્મ 'એન્ટ ધ એન્ડ'માં જોવા મળ્યા હતા. તે અભિનેતા રાહુલ દેવનો ભાઈ હતો. મુકુલ દેવનો જન્મ નવી દિલ્હીમાં એક પંજાબી પરિવારમાં થયો હતો, જેનું મૂળ જલંધર નજીકના એક ગામમાં હતું. તેના પિતા હરિ દેવ, એક સહાયક પોલીસ કમિશનર હતા, અને તેણે જ તેને અફઘાન સંસ્કૃતિનો પરિચય કરાવ્યો હતો. તેના પિતા પશ્તો અને ફારસી બોલી શકતા હતા.
મુકુલ દેવનો મનોરંજનની દુનિયા સાથે પરિચય ત્યારે થયો જ્યારે તેને 8મા ધોરણમાં તેને પહેલો પગાર ચેક મળ્યો. દૂરદર્શન દ્વારા આયોજિત એક ડાન્સ શો માટે તેણે માઈકલ જેક્સનની નકલ કરી હતી. તે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડ્ડયન એકેડેમીનો પ્રશિક્ષિત પાઇલટ પણ હતો.
તેણે 1996માં ટેલિવિઝન સીરિયલ 'મુમકીન'થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો, જેમાં તેમણે વિજય પાંડેની ભૂમિકા ભજવી હતી. તેણે દૂરદર્શનના કોમેડી બોલિવુડ કાઉન્ટડાઉન શૉ 'એક સે બઢકર એક'માં પણ અભિનય કર્યો હતો. તે 'ફિયર ફેક્ટર ઈન્ડિયા' સીઝન-1નો હોસ્ટ પણ હતા. તેણે 'દસ્તક' થી ફિલ્મોમાં પોતાની સફર શરૂ કરી હતી, જેમાં તેણે ACP રોહિત મલ્હોત્રાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મથી મિસ યુનિવર્સ સુષ્મિતા સેને પણ ડેબ્યૂ કર્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp