‘ભારતને આત્મરક્ષાનો સંપૂર્ણ અધિકાર’, ઓપરેશન સિંદૂર પર આ દેશનો ભારતને મળ્યો સાથ
આતંકવાદ વિરુદ્ધ લોન્ચ કરાયેલા ભારતના ‘ઓપરેશન સિંદૂર’ને જર્મનીએ સમર્થન આપ્યું છે. જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલે કહ્યું કે ભારતને આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આ સાથે તેમણે પહેલગામ આતંકવાદી હુમલાની પણ કડક નિંદા કરી. તેમણે કહ્યું કે, ‘22 એપ્રિલના રોજ ભારત પર થયેલા ક્રૂર આતંકવાદી હુમલાથી અમે સ્તબ્ધ છીએ. અમે નાગરિકો પરના આ હુમલાની સખત નિંદા કરીએ છીએ. તમામ પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના છે. બંને બાજુ સૈન્ય હુમલાઓ બાદ, ભારતને ચોક્કસપણે આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે.’
જર્મન વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે, ‘યુદ્ધવિરામ હવે અમલમાં આવ્યો છે તે હકીકતની અમે ખૂબ પ્રશંસા કરીએ છીએ. હવે મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે આ યુદ્ધવિરામ સ્થિર રહે, જેથી બંને પક્ષોના મહત્ત્વપૂર્ણ હિતોને ધ્યાનમાં રાખતા એ સંઘર્ષ માટે દ્વિપક્ષીય ઉકેલ શોધવા માટે વાતચીત થઈ શકે. જર્મની અને ભારત વર્ષોથી આતંકવાદ સામેની લડાઈ પર નિયમિત સંવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે અને અમે તેને વધુ તેજ કરવાનો ઇરાદો રાખીએ છીએ.
તેમણે કહ્યું કે, હું પહેલગામ આતંકવાદી હુમલા પર ભારતની પ્રતિક્રિયા બાદ તરત જ બર્લિન આવ્યો છું. ભારત આતંકવાદને બિલકુલ સહન કરતું નથી.. ભારત ક્યારેય પરમાણુ બ્લેકમેલ સામે નહીં ઝૂકે અને ભારત પાકિસ્તાન સાથે સંપૂર્ણપણે દ્વિપક્ષીય રીતે વ્યવહાર કરશે. આ સંદર્ભમાં બંને તરફ કોઈ ભ્રમ ન હોવો જોઈએ. અમે જર્મનીની સમજને પણ મહત્ત્વ આપીએ છીએ કે દરેક દેશને આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાનો અધિકાર છે.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp