‘ભૂતકાળમાં ન જાવ, હું 2004-2024 વચ્ચેની 2500 ઘટનાઓ ગણાવી શકું છું...’, રાહુલ ગાંધી પર હરિવંશે કર્યો વળતો પ્રહાર
રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા સરકાર પર સતત થઈ રહેલા હુમલાઓનો તીખો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, જો આપણે ઇતિહાસમાં નજર કરીએ તો કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન આવી ઘણી ઘટનાઓ બની હતી જેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
2013ની એક ઘટનાનો ઉલ્લેખ કરતા હરિવંશે કહ્યું કે, વરિષ્ઠ રાજનીતિક નિષ્ણાત બ્રહ્મા ચેલ્લાનીએ તે વર્ષે લખ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના કેરન સેક્ટરમાં આતંકવાદીઓએ આપણા સૈનિકોના માથા કાપી નાખ્યા હતા. તે સમયે, દેશના તત્કાલીન વડાપ્રધાન અમેરિકાના પ્રવાસે હતા અને તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મળવાના હતા. પરંતુ આ સમાચાર દેશથી છુપાવી લેવામાં આવ્યા હતા અને જનતાને તેની જાણ પણ કરવામાં આવી નહોતી.
હરિવંશે તીખા અંદાજમાં કહ્યું કે, ‘જો અમે ભૂતકાળમાં જવા લાગ્યા, તો હું વર્ષ 2004 થી વર્ષ 2014 વચ્ચે 2500 ઘટનાઓ ગણાવી શકું છું જેમાં કાર્યવાહી થવી જોઈતી હતી, પરંતુ ન થઈ. કોંગ્રેસના શાસન દરમિયાન એવા હજારો અવસર આવ્યા, જ્યારે સરકારે કડક પગલાં લેવા જોઈતા હતા, પરંતુ મૌન સાધી રાખ્યું.
આ નિવેદન રાહુલ ગાંધીના તે ટ્વીટના જવાબમાં આવ્યું છે જેમાં તેમણે વડાપ્રધાન મોદીને સવાલ કર્યા હતા કે તેમણે પાકિસ્તાનના નિવેદનો પર વિશ્વાસ કેમ કર્યો અને ઓપરેશન સિંદૂર દરમિયાન તેઓ અમેરિકાના દબાણ સામે કેમ ઝૂક્યા.
#WATCH | Delhi: On Lok Sabha LoP Rahul Gandhi's tweet on PM Modi, Rajya Sabha Deputy Chairman Harivansh says, "Brahma Chellaney had written in 2013 that terrorists beheaded our soldiers in Keran sector near the Pakistan border and at that time, the then Prime Minister was in… pic.twitter.com/jVKxxpphkQ — ANI (@ANI) May 23, 2025
#WATCH | Delhi: On Lok Sabha LoP Rahul Gandhi's tweet on PM Modi, Rajya Sabha Deputy Chairman Harivansh says, "Brahma Chellaney had written in 2013 that terrorists beheaded our soldiers in Keran sector near the Pakistan border and at that time, the then Prime Minister was in… pic.twitter.com/jVKxxpphkQ
હરિવંશે ઇશારાઓમાં રાહુલ ગાંધીને ચેતવણી આપી કે જો ઇતિહાસનો પટારો ખોલવામાં આવે તો કોંગ્રેસની અસહજ ઘટનાઓ પણ સામે આવી શકે છે. તેમનો આ વળતો હુમલો સ્પષ્ટ કરે છે કે વિપક્ષ તરફથી કરવામાં આવી રહેલા હુમલાઓનો હવે NDA પક્ષ દ્વારા પણ એટલી જ તીવ્રતાથી જવાબ આપવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp