‘ભારતે ઓપરેશન સિંદૂરના માધ્યમથી પહોંચાડ્યું નુકસાન..’, પાકિસ્તાનના નેતા મરિયમ નવાઝે સ્વીકાર્યું

‘ભારતે ઓપરેશન સિંદૂરના માધ્યમથી પહોંચાડ્યું નુકસાન..’, પાકિસ્તાનના નેતા મરિયમ નવાઝે સ્વીકાર્યું

05/24/2025 World

SidhiKhabar

SidhiKhabar

‘ભારતે ઓપરેશન સિંદૂરના માધ્યમથી પહોંચાડ્યું નુકસાન..’, પાકિસ્તાનના નેતા મરિયમ નવાઝે સ્વીકાર્યું

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન સાથેની રાજકીય દુશ્મનાવટમાં, મરિયમ નવાઝે સત્ય સ્વીકારી લીધું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતે પાકિસ્તાનમાં ભારે તબાહી મચાવી હતી. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝે કહ્યું કે, ભારતે 6 અને 7 મેના રોજ જેટલું નુકસાન પહોંચાડ્યું, તેનાથી વધારે નુકસાન ઈમરાન ઇમરાન ખાનની પાર્ટીએ પહોંચાડ્યું હતું. આ અગાઉ મરિયમના કાકા, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ સ્વીકાર્યું હતું કે ભારતે નૂર ખાન સહિત પાકિસ્તાનના ઘણા એરબેઝ પર મિસાઇલોથી તબાહી મચાવી હતી.


શાહબાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો

શાહબાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો

શાહબાજ શરીફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં તેમને એમ કહેતા સાંભળી શકાયા છે કે સિપાસલાહર જનરલ આસીમ મુનીરે મને સિક્યોર ફોન પર મને જણાવ્યું કે વજિર-એ આઝમ સાહબ હિન્દુસ્તાને પોતાની બેલેસ્ટિક મિસાઇલ અત્યારે લોન્ચ કરી દીધી છે, જેમાંથી એક નુરખાન એરબેઝ પર પડી છે અને કેટલીક બીજા વિસ્તારોમાં પણ પડી છે. આપણી વાયુ સેનાએ પોતાના દેશને બચાવવા માટે સ્વદેશી ટેક્નિકનો ઉપયોગ કર્યો અને તેમણે ચીની ફાઇટર જેટ્સ પર આધુનિક ગેઝેટ અને ટેક્નિકનો પણ ઉપયોગ કર્યો.


ભારતે પાકિસ્તાનમાં સ્થિત આતંકી ઠેકાણા તબાહ કર્યા

ભારતે પાકિસ્તાનમાં સ્થિત આતંકી ઠેકાણા તબાહ કર્યા

22 એપ્રિલે જમ્મુ-કશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો હતો, તેમાં 26 પર્યટકોને ધર્મ પૂછીને મારવામાં આવ્યા હતા. ત્યારબાદ ભારતે પલટવાર કર્યો. ભારતીય સુરક્ષાબળોએ 6-7 મેની રાત્રે ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો હતો. આ ઓપરેશન હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાન અને PoKમાં 9 આતંકી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. આ કાર્યવાહી રાત્રે લગભગ 1:30 વાગ્યે કરવામાં આવી અને તેનું ઉદ્દેશ્ય આતંકીઓના લોન્ચપેડ અને હથિયારોના ભંડારને તબાહ કરવાનું હતું. આ કાર્યવાહીથી બોખલાયેલા પાકિસ્તાને પણ ભારતીય સૈન્ય ઠેકાણાઓ અને રેસિડેન્શિયલ વિસ્તારને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top