દિલ્હીમાં EDની ટીમ પર હુમલો, આ કેસની તપાસ કરવા પહોંચી હતી
Enforcement Directorate team attacked in Delhi: દિલ્હીના બિજવાસન વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં EDના અધિકારીઓ પર જીવલેણ હુમલો થયો છે. સાયબર ક્રાઈમ સાથે જોડાયેલા કેસની તપાસ કરવા EDની ટીમ અહીં પહોંચી હતી. આ હુમલાની જાણકારી દિલ્હી પોલીસને આપવામાં આવી છે. દિલ્હી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. આ હુમલામાં EDનો એક અધિકારી ઇજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ, આજે સવારે EDની ટીમ PPPYL સાયબર એપ ફ્રોડ કેસની તપાસ માટે દિલ્હીના બિજવાસન વિસ્તારમાં પહોંચી હતી. અહીં EDની ટીમ પર આરોપી અશોક શર્મા અને તેના પરિવારના સભ્યોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં EDના આસિસ્ટન્ટ ડિરેક્ટર ઇજાગ્રસ્ત થયા છે. તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તો હુમલા બાદ એક આરોપી ફરાર થઇ ગયો હતો.
આ ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અધિકારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. સાથે જ પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.
આ ઘટના અંગે FIR નોંધવામાં આવી છે. FIRમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે અધિકારીઓ દરોડા પાડી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp