Politics : શિક્ષણ મંત્રીએ આપેલા રામચરિત માનસના નિવેદનથી રાજકારણ ગરમાયું, વિજય રૂપાણી બોલ્યા-રાજ

Politics : શિક્ષણ મંત્રીએ આપેલા રામચરિત માનસના નિવેદનથી રાજકારણ ગરમાયું, વિજય રૂપાણી બોલ્યા-રાજીનામું લેવું જોઈએ

01/12/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

Politics : શિક્ષણ મંત્રીએ આપેલા રામચરિત માનસના નિવેદનથી રાજકારણ ગરમાયું, વિજય રૂપાણી બોલ્યા-રાજ

નેશનલ ડેસ્ક : બિહારના શિક્ષણ મંત્રીના વિવાદાસ્પદ ભાષણનો વીડિયો સામે આવ્યો છે. શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે રામચરિત માનસ ને નફરતનું પુસ્તક ગણાવ્યું છે. રાજધાની પટનામાં નાલંદા ઓપન યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે રામચરિત માનસ ને સમાજમાં ભાગલા પાડનાર પુસ્તક ગણાવ્યું હતું. આ તરફ હવે તેમના નિવેદનને લઈ રાજકારણ ગરમાયું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, બિહારના શિક્ષણ મંત્રી આવું બોલી નફરત ફેલાવી રહ્યા છે. આવા શિક્ષણમંત્રીને મુખ્યમંત્રીએ દૂર કરવા જોઈએ.


શું છે સમગ્ર મામલો?

રાજધાની પટનામાં નાલંદા ઓપન યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે  રામચરિત માનસ ને નફરતનું પુસ્તક ગણાવ્યું છે. રામચરિત માનસ ને સમાજમાં ભાગલા પાડનાર પુસ્તક ગણાવ્યું હતું. આ તરફ  નિવેદન આપ્યા બાદ જ્યારે તેમને આ સંબંધમાં પૂછપરછ કરવામાં આવી તો તેમણે રામચરિતમાનસ વિશે પોતાની વાતને યોગ્ય ઠેરવી.


શું કહ્યું વિજય રૂપાણીએ ?

શું કહ્યું વિજય રૂપાણીએ ?

બિહારના શિક્ષણમંત્રીના વિવાદિત નિવેદન મામલે રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે. વિજય રૂપાણીએ કહ્યું કે, બિહારના શિક્ષણ મંત્રી આવું બોલી નફરત ફેલાવી રહ્યા છે. આવા શિક્ષણમંત્રીને મુખ્યમંત્રીએ દૂર કરવા જોઈએ. મહત્વનું છે કે, બિહારના શિક્ષણમંત્રીએ રામચરિત માનસ પર વિવાદિત નિવેદન આપ્યું હતું.


શું કહ્યું હતું બિહારના શિક્ષણમંત્રીએ ?

લંદા ઓપન યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહ પછી જ્યારે શિક્ષણ પ્રધાન ચંદ્રશેખરને રામચરિત માનસ પરના તેમના નિવેદન વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું, " મનુસ્મૃતિ માં 85 ટકા વસ્તી ધરાવતા સમાજના મોટા વર્ગની વિરુદ્ધ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. રામચરિત માનસ ના ઉત્તરકાંડમાં લખ્યું છે કે, નીચી જાતિના લોકો શિક્ષણ મેળવ્યા પછી સાપની જેમ ઝેરી બની જાય છે. આ એવા ગ્રંથો છે જે નફરતનું વાવેતર કરે છે."


કવિ કુમાર વિશ્વાસે શું કહ્યું ?

ચંદ્રશેખરના નિવેદન પર પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસે પણ બિહારના સીએમ નીતિશ કુમારને ટેગ કરીને ટ્વિટ કર્યું છે. કવિ કુમાર વિશ્વાસે લખ્યું, “આદરણીય @NitishKumar જી. ભગવાન શંકરના નામને અર્થહીન બનાવી રહેલા તમારા અભણ શિક્ષણ મંત્રીને શિક્ષણની સખત જરૂર છે. મને તમારા માટે ખૂબ માન છે, તેથી જ હું આ મુશ્કેલ કાર્ય માટે મારી જાતને રજૂ કરી રહ્યો છું. તેમને 'અપને અપને રામ' સત્રમાં મોકલો, જેથી તેમનું મન શાંત થઈ જાય.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top