હવે ગમે ત્યારે વાગી શકે છે ચૂંટણીનું બ્યુગલ : યુપી સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીનું એલાન કરશે ચૂંટ

હવે ગમે ત્યારે વાગી શકે છે ચૂંટણીનું બ્યુગલ : યુપી સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીનું એલાન કરશે ચૂંટણી પંચ

01/06/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

હવે ગમે ત્યારે વાગી શકે છે ચૂંટણીનું બ્યુગલ : યુપી સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીનું એલાન કરશે ચૂંટ

નેશનલ ડેસ્ક: ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ હવે ફૂંકાવાની તૈયારીમાં છે. ચૂંટણી પંચ ગમે તે ક્ષણે ચૂંટણીઓનું એલાન કરી શકે છે. આજે ચૂંટણી પંચ અને સ્વાસ્થ્ય મંત્રાલયની એક બેઠક થવા જઈ રહી છે. આ બેઠકમાં કોરોનાની હાલની સ્થિતિ અને ખાસ કરીને પાંચ રાજ્યોમાં કોરોનાની પરિસ્થતી અંગે ચર્ચા થશે અને અંતિમ નિર્ણય લેવામાં આવશે.


તમામ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. ચૂંટણી પંચે પણ તમામ તૈયારીઓ કરી લીધી છે અને હાવે એલાન જ બાકી રહ્યું છે. આમ તો આ અંગે હજુ કોઈ અધિકારીક જાણકારી મળી શકી નથી પરંતુ મીડિયાના સૂત્રો જણાવે છે કે યુપી વિધાનસભા ચૂંટણી છ થી આઠ તબક્કામાં થઇ શકે છે. ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય છે અને લગભગ 22 કરોડની વસ્તી ધરાવે છે. તેને જોતા આટલા તબક્કામાં ચૂંટણી કરાવવામાં આવશે.

કોરોનાનાં વધતા જતા કેસને લઈને પહેલા આશંકા હતી કે ચૂંટણી ટાળી દેવામાં આવશે પરંતુ ચૂંટણી પંચે ગત અઠવાડિયે એક પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટ કર્યું હતું એ યુપી સહિતનાં રાજ્યોમાં ચૂંટણી થશે અને નિયત સમયે જ થશે. તમામ પાર્ટીઓએ પણ ચૂંટણી કરાવવાના પક્ષમાં સહમતિ દર્શાવી છે. જેથી હવે માત્ર ઔપચારિક એલાનની રાહ જોવાઈ રહી છે. ચૂંટણીના એલાન સાથે આદર્શ આચારસંહિતા લાગુ થઇ જશે.


આ પહેલા ચર્ચા હતી કે પીએમ મોદીની નવમી જાન્યુઆરીની રેલી બાદ ચૂંટણી પંચ વિધાનસભા ચૂંટણીઓની તારીખ જાહેર કરશે પરંતુ હવે જાણવા મળી રહ્યું છે કે પીએમની રેલી રદ થઇ શકે છે. જેથી હવે ચૂંટણી પંચ માત્ર કોરોનાની સ્થિતિનું આકલન કરી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય સાથે કોરોનાનાં કેસ અને રસીકરણ અંગે ચર્ચા-વિચારણા કરીને તારીખોનું એલાન કરી દેવામાં આવશે.

આ પહેલા વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણી વખતે 4 જાન્યુઆરીએ એલાન કરવામાં આવ્યું હતું અને 36 દિવસો બાદ 11 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી સાત તબક્કામાં મતદાન થયું હતું. પરિણામો માર્ચની 11 તારીખે આવ્યા હતા. જોકે, એ જરૂરી નથી કે તમામ ચૂંટણીઓમાં મતદાનના તબક્કા અને સમયગાળો સરખો જ રાખવામાં આવે. એ જે-તે સમય અને પરિસ્થિતિ પર નિર્ભર રહે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top