150 કરોડની ઓનલાઇન સટ્ટાબાજીનો ભાંડાફોડ, સૉફ્ટવેર એન્જિનિયર સહિત 3ની ધરપકડ

150 કરોડની ઓનલાઇન સટ્ટાબાજીનો ભાંડાફોડ, સૉફ્ટવેર એન્જિનિયર સહિત 3ની ધરપકડ

06/04/2025 National

SidhiKhabar

SidhiKhabar

150 કરોડની ઓનલાઇન સટ્ટાબાજીનો ભાંડાફોડ, સૉફ્ટવેર એન્જિનિયર સહિત 3ની ધરપકડ

અલવર પોલીસે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજી કરતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે અને તેના મુખ્ય આરોપી સોફ્ટવેર એન્જિનિયર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ ગેંગ દેશભરમાં 150 કરોડ રૂપિયાથી વધુનો સટ્ટો રમી રહી હતી, જેનું નેટવર્ક રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને અન્ય ઘણા રાજ્યોમાં ફેલાયેલું હતું. પોલીસે તેમની પાસેથી 6 એન્ડ્રોઈડ મોબાઈલ, 2 લેપટોપ, એક હાર્ડ ડ્રાઈવ, 15 ATM કાર્ડ અને એક SUV કાર જપ્ત કરી છે. અલવરના SP સંજીવ નૈને જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીઓ ઓનલાઈન સટ્ટાબાજી એપની વેબસાઇટ બનાવીને લોકોને છેતરતા હતા. પોલીસે તેમની પાસેથી 6 એન્ડ્રોઈડ મોબાઈલ, 2 લેપટોપ, એક હાર્ડ ડ્રાઈવ, વિવિધ બેંકોના 15 ATM કાર્ડ અને એક SUV 300 કાર જપ્ત કરી છે.


મહાદેવ એપની જેમ 30થી વધુ વેબસાઇટ બનાવવામાં આવી હતી

મહાદેવ એપની જેમ 30થી વધુ વેબસાઇટ બનાવવામાં આવી હતી

પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગે મહાદેવ સટ્ટા એપની જેમ 30 જેટલી વેબસાઇટ બનાવી હતી. આ વેબસાઇટ્સ પર IPL સહિત અન્ય રમતો પર સટ્ટો લગાવવામાં આવતો હતો. આ ઉપરાંત, ઓનલાઈન કેસિનો અને મટકા (જેમ કે ફરીદાબાદ, ગાઝિયાબાદ, દિલ્હી, જોધપુર) જેવા અન્ય જુગાર માધ્યમો પણ આ વેબસાઇટ્સ પર ઉપલબ્ધ હતા. આરોપીઓ ડેવલપરથી લઈને ડિસ્ટ્રિબ્યૂટર અને કાળા ધનને સફેદ કરવા સુધીના સમગ્ર સંગઠનમાં સક્રિય રીતે સામેલ હતા.


આ રેકેટમાં 60 હજારથી વધુ એજન્ટો અને ખેલાડીઓ

આ રેકેટમાં 60 હજારથી વધુ એજન્ટો અને ખેલાડીઓ

આ રેકેટમાં 60,000થી વધુ એજન્ટો અને ખેલાડીઓ સામેલ હતા, જેમના 150 કરોડનો હિસાબ અત્યાર સુધીમાં સામે આવ્યો છે. સટ્ટાબાજીમાંથી કમાયેલા પૈસા ઓનલાઈન અને હવાલા દ્વારા વહેંચવામાં આવતા હતા, જેનો ઉપયોગ ઘણા શહેરોમાં મિલકતો ખરીદવા માટે થતો હતો.

સાયબર સેલમાં કાર્યરત હેડ કોન્સ્ટેબલ સંદીપને મળેલી બાતમીના આધારે ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનની ટીમે કાર્યવાહી કરી હતી. નાકાબંધી બાદ આગ્રાથી પરત ફરતી વખતે નીતિન પાલીવાલને રોકીને તેની પૂછપરછ કરવામાં આવી હતી. તેના મોબાઇલ અને લેપટોપમાંથી મળેલી માહિતીના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન, ટીમે મથુરાથી મહેશ શર્મા અને પીયૂષ શર્માને પણ પકડ્યા હતા. પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના ઉપકરણોમાંથી મળેલી માહિતીમાં સંગઠિત સટ્ટાબાજી ગેંગમાં તેમની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. ધરપકડ કરાયેલા આરોપીઓમાં અલવરના સ્કીમ નંબર 10Bના રહેવાસી નીતિન પાલીવાલ, અપનાઘર શાલીમારના રહેવાસી મહેશ શર્મા અને શિવાજી પાર્કના રહેવાસી પીયૂષ શર્માનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓને 4 દિવસના રિમાન્ડ પર લીધા છે અને વધુ તપાસ ચાલુ છે. જો તપાસમાં સંગઠિત ગુનામાંથી કમાયેલી મિલકતની પુષ્ટિ થશે, તો તેને ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવશે. પોલીસ આ સંગઠિત ગેંગના અન્ય સભ્યો અને સહયોગીઓ બાબતે  પણ માહિતી એકત્રિત કરી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top