કોંગ્રેસના વધુ એક પૂર્વ ધારાસભ્ય કેસરિયો ધારણ કરશે! ગુજરાતની આદિવાસી વોટબેંક માટે ભાજપનો માર્ગ

કોંગ્રેસના વધુ એક પૂર્વ ધારાસભ્ય કેસરિયો ધારણ કરશે! ગુજરાતની આદિવાસી વોટબેંક માટે ભાજપનો માર્ગ મોકળો

05/16/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

કોંગ્રેસના વધુ એક પૂર્વ ધારાસભ્ય કેસરિયો ધારણ કરશે! ગુજરાતની આદિવાસી વોટબેંક માટે ભાજપનો માર્ગ

Congress MLA Jion BJP: લોકસભાની ચૂંટણીઓ માત્ર એક જ વર્ષ દૂર છે, ત્યારે ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર ફરી એક વાર કમળ ખીલવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યો છે. પરંતુ આદિવાસી પટ્ટો દાયકાઓથી કોંગ્રેસની પરંપરાગત વોટબેંક ગણાય છે. પરંતુ છેલ્લા થોડા વર્ષો દરમિયાન ભાજપે આ વોટબેંકમાં ભાગ પડાવવાનું શરુ કર્યું છે. એવ જ એક સફળ પ્રયાસની ફલશ્રુતિરૂપે પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય કેસરિયો ધારણ કરવા તૈયાર થયા છે.


ચાર વખત ધારાસભા જીતનાર ધીરુભાઈ ભીલ કેસરિયો ખેસ પહેરશે

ચાર વખત ધારાસભા જીતનાર ધીરુભાઈ ભીલ કેસરિયો ખેસ પહેરશે

ધીરુભાઈ ભીલ સંખેડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હતા. જો કે હવે તેઓ ભાજપમાં જોડાશે. જેના કારણે લોકસભા પહેલા ભાજપની આદિવાસી વિસ્તારમાં પકડ મજબૂત બનશે. ધીરુભાઈ સાથે તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાશે. નોંધનીય છે કે, ધીરુભાઈ ભીલ 1995માં અપક્ષ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. જે બાદ 1998માં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ 2002માં ફરી તેઓ કોંગ્રેસ તરફથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમાં તેમને હાર મળી હતી.

એ પછી 2007માં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. આ બાદ 2012માં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. ઉલ્લેખનીય છે કે 2017માં તેઓ કોંગ્રેસ  વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા હતા. આમ છઠ્ઠી વાર વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને 4 વાર જીત મેળવી છે જયારે 2 વાર હારનો સામનો કરવો પડ્યો છે.


અમિત શાહ ગુજરાત આવશે

અમિત શાહ ગુજરાત આવશે

અમિત શાહ જ્યારે પણ ગુજરાત આવે છે ત્યારે પોતાના મતવિસ્તારના વિકાસ કામો અંગેની માહિતી મેળવતા રહેતા હોય છે. દર ત્રણ મહિને કે છ મહીને તેઓ પોતાના મત વિસ્તારોમાં થયેલા વિકાસ કામોની સમીક્ષા કરતા હોય છે.ત્યારે આ વખતે પણ અમિત શાહ પોતાના મત વિસ્તારના વિકાસ કામોની સમીક્ષા કરી શકે છે. તેઓ કાર્યકરો સાથે સમીક્ષા બેઠક સરકાર સંગઠન સાથે બેઠકો કરશે.

અ ઉપરાંત 20 મેના રોજ અમદાવાદ- ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અંદાજે રૂપિયા 355 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં તેવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવનાર વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં નારણપુરા વિસ્તારમાં TP- 29માં રૂપિયા 2.93 કરોડના ખર્ચે તૈયાર થયેલા જિમ્નેશિયમ અને લાયબ્રેરીનું લોકાર્પણ કરશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top