સુરતના આ વિસ્તારમાં ભરાય છે મરેલાનો મેળો, લોકો મૃતકોને ભાવતી વાનગી ચઢાવે છે
તમે જીવનમાં ઘણા બધા મેળાઓ વિશે સંભાળ્યું પણ હશે અને મેળામાં જઈને તેનો અનંદ પણ ઉઠાવ્યો હશે. પરંતુ શું તમે ક્યારેય મરેલાનો મેળા વિશે સંભાળ્યું છે? હવે આ સવાલ સાથે જ મનમાં હસવું આવે અને આશ્ચર્ય પણ અનુભવાય કે આવો તે કઈ મેળો ભરાતો હશે? તો તેનો જવાબ છે 'હા ભરાય છે. એ પણ દુર નહી સુરતના ઉમરા ગામમાંમાં.
સુરતના ઉમરા ગામમાં આવેલા રામનાથ ઘેલા સ્મશાનમાં આજે મરેલાનો મેળો ભરાય છે. વર્ષોથી એવી પ્રથા ચાલતી આવે છે કે પોષ વદ એકાદશીના દિવસે જે લોકોના પરિવારમાં સ્વજનનું મૃત્યુ થયું હોય, અને સ્મશાનમાં જે જગ્યાએ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હોય, ત્યાં જઇ તેમને યાદ કરવામાં આવે છે અને પૂજા અર્ચના સાથે તેમની ભાવતી વસ્તુ ચડાવવામાં આવે છે.
આ પ્રથામાં સૌથી વધારે કાંઠા વિસ્તારના લોકો અહીં અંતિમ ક્રિયા કરે છે. અહીં મૃતક સ્વજનોને ફરસાણ, ચા, કોફી, જલેબી, ફાફડા, ખમણ અથવા તો જે વ્યસન હોય સિગરેટ, બીડી, તમાકુ, ગુટકા, દેશી અને વિદેશી દારૂ પણ અર્પણ કરવામાં આવે છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
આ સ્મશાનથી 3 મિનિટના અંતરે રામનાથ- ઘેલા મંદિર આવેલું છે, જેનુંનું ખૂબ મહત્ત્વ રહેલું છે. આ મંદિર હજારો વર્ષ જૂનું છે. કહેવાય છે કે, ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા.ત્યારબાદ તેમણે શિવલિંગ ઉત્પન્ન કરીને પૂજા-અર્ચનાની શરૂઆત કરી દીધી હતી. ભગવાન રામને જ્યારે પોતાના પિતાના અવસાનના સમાચાર મળ્યા, ત્યારે તેમણે પિતાની તર્પણવિધિ અહીં કરવાનો નિર્ણય લીધો હતો.
તર્પણવિધિ દરમિયાન બ્રાહ્મણ ન હોવાથી તેમણે સમુદ્રદેવને બ્રાહ્મણ તરીકે પ્રગટ થવા વિનંતી કરી હતી. જ્યાં સમુદ્રદેવ બ્રાહ્મણરૂપે પ્રગટ થયા અને પૂજા કરી. દરમિયાન સમુદ્રના મોજાને કારણે ભગવાન શિવના શિવલિંગ પર અસંખ્ય જીવિતા કરચલા આવી પડ્યા હતા. જે અંગે સમુદ્ર દેવે ભગવાન રામને કરચલા જેવા જીવનો ઉદ્ધાર કરવા વિનંતી કરી હતી. ભગવાન રામે કરચલાને યોગ્ય સન્માન મળે તે હેતુંથી એક સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, આ તપોવણભૂમિ પર રહેલા શિવલિંગ પર કરચલા ચઢાવવાથી કાનની રસી જેવા રોગો દૂર થશે. ત્યારથી આ મંદિરનું ભારે મહત્ત્વ છે. જેને લઈ દર વર્ષની પોષ એકાદશીએ હજારોની સંખ્યામાં ભક્તો અહીં પોતાની માનતા માણી દર્શન કરવા આવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp