સુરત: આવો બાપ કોઇને ન મળે, રસોઇ બનાવવા બાબતે થયેલી માથાકૂટ બાદ પિતાએ યુવાન દીકરીના રામ રમાડી દીધા
Father kills daughter in Surat: સુરતમાં સતત ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અત્યારે તો નાની-નાની બાબતે હત્યાઓ થવા લાગી છે. વાત-વાતમાં ઉશ્કેરાઇને હત્યા કરી દેવામાં આવે છે. થોડા દિવસ અગાઉ સુરતમાં એક પાણીપુરીવાળાએ ખાવા માટે ચણા આપવાની ના પાડી દેતા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. તો એક યુવકે કિન્નર પ્રેમિકાની હત્યા કરી દીધી હતી. તો આજે શહેરમાં વધુ એક હત્યાની ઘટના બની છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ચોક બજાર વિસ્તારમાં ભરી માતા રોડ પર આવેલા સુમન મંગલ આવાસમાં મુકેશ પરમાર પત્ની ગીતા, 2 પુત્રી અને 2 પુત્ર સાથે રહે છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ચોક બજાર વિસ્તારમાં ભરી માતા રોડ પર આવેલા સુમન મંગલ આવાસમાં મુકેશ પરમાર પત્ની ગીતા, 2 પુત્રી અને 2 પુત્ર સાથે રહે છે. મળતી માહિતી મુજબ આરોપી મુકેશાભાઈએ તેની દીકરીને કહ્યું હતું કે તું ઘરનું કામકાજ કરીને કપડા, વાસણો ધોઈ નાખ. એ છતાં હેતાલીએ વાસણો કે કપડા ધોયા નહોતા. સાથે જ હેતાલીયે અત્યારે હું કામ નહી કરું એમ કહેતા મુકેશભાઈએ દીકરી સાથે ગાળાગાળી કરી અને રસોડામાં રહેલું કુકર કપાળની ડાબી બાજુએ મારી દીધું હતું અને મોઢા તેમજ જમણા હાથના પંજા પર માર મારી ઇજા પહોચાડી હતી.
હેતાલીને ગંભીર ઇજા થતા સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં લઇ જવામાં આવી હતી અને સારવાર દરમિયાન મોડીરાત્રે હેતાલીનું મોત થઇ ગયું હતું. આ ઘટનાને લઈને ચોક બજાર પોલીસને જાણકારી મળતા તાત્કાલિક ફરિયાદ નોંધીને પુત્રીની હત્યા કરનાર પિતા મુકેશ પરમારની ધરપકડ કરી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp