ઘરેથી ઓફિસનું કામ કરતા નોકરિયાત વર્ગને મળી શકે છે ટેક્સમાં છૂટ, બજેટમાં એલાન સંભવ

ઘરેથી ઓફિસનું કામ કરતા નોકરિયાત વર્ગને મળી શકે છે ટેક્સમાં છૂટ, બજેટમાં એલાન સંભવ

01/13/2022 Business

SidhiKhabar

SidhiKhabar

ઘરેથી ઓફિસનું કામ કરતા નોકરિયાત વર્ગને મળી શકે છે ટેક્સમાં છૂટ, બજેટમાં એલાન સંભવ

બિઝનેસ ડેસ્ક: કોરોના મહામારીની (Covid 19) સૌથી મોટી અસર નોકરિયાત વર્ગ પર પડી છે. માર્ચ 2020થી પગારદાર લોકો ઘરેથી ઓફિસનું કામ કરતા હતા. સંપૂર્ણ લોકડાઉન દરમિયાન અને ત્યારબાદ પણ ઘણી ઓફિસમાં એક વર્ષ સુધી ‘વર્ક ફ્રોમ હોમ’ ચાલુ રહ્યું હતું. કોરોનાની ત્રીજી લહેરના કારણે આ વર્ષે પણ કેટલીક કંપનીઓએ ફરી WFH લાગુ કર્યું છે. ત્યારે બીજી તરફ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, રોજિંદા જરુરિયાતના વધતા ભાવ તેમજ ઘરેથી ઓફિસના કામના કારણે નોકરિયાત વર્ગના ખર્ચમાં વધારો થયો છે.


વર્ક ફ્રોમ હોમ હેઠળ ઓફિસનું કામ ઘરેથી કરવાનું હોય છે. જેના કારણે કર્મચારીઓને વધારાનો ખર્ચ જેમ કે વીજળી બિલ, ઈન્ટરનેટ ખર્ચ, ફર્નિચરનો ખર્ચ વધી ગયો છે. પ્રથમ ઓફિસમાં કામ કરવાને કારણે તેનો બોજ કંપનીઓ પર હતો. પરંતુ આ પરિસ્થિતિમાં કર્મચારીઓએ પોતે જ ખર્ચ ઉઠાવવો પડે છે. બાળકોના ઘરેથી ઓનલાઈન ક્લાસના કારણે કરદાતાઓના ખર્ચમાં વધારો થયો છે. કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, ઈન્ટરનેટ પર ખર્ચ વધી ગયો છે. પગારદાર લોકોમાં એ વાતને લઈને આક્રોશ છે કે મોંઘવારી વધી, ખર્ચ વધ્યો પરંતુ પગાર વધ્યો નથી. અમુક લોકોને હજી પણ 20% થી 30% કપાત સાથે પગાર મળે છે.


ઘરેથી કામ કરવા પર કર કપાતની સંભવિત ઘોષણા

ઘરેથી કામ કરવા પર કર કપાતની સંભવિત ઘોષણા

1 ફેબ્રુઆરી, 2022ના રોજ રજૂ થનારા સામાન્ય બજેટમાં મોદી સરકાર વર્ક ફ્રોમ હોમને ધ્યાનમાં રાખીને પગારદાર વર્ગને ટેક્સમાં છૂટ આપવાની જાહેરાત કરી શકે છે. ઘરેથી ઓફિસના કામને કારણે સરકાર પગારદાર વર્ગને અલગથી ટેક્સ કપાત આપી શકે છે. સરકાર બજેટમાં વર્ક ફ્રોમ હોમ એલાઉન્સની જાહેરાત કરી શકે છે જેથી કરદાતાઓ પરનો ટેક્સનો બોજ ઓછો કરી શકાય.


UK સરકાર ટેક્સમાં છૂટ આપે છે

UK સરકાર ટેક્સમાં છૂટ આપે છે

બ્રિટનની સરકાર વર્ક ફ્રોમ હોમ હેઠળ ઘરેથી કામ કરનારાઓને દર અઠવાડિયે 6 પાઉન્ડની ટેક્સ છૂટ આપે છે. જેથી કરીને ત્યાંના લોકોને વધારાના ખર્ચના બોજમાંથી રાહત અનુભવી શકે. હવે ભારત સરકાર બજેટમાં વર્ક ફ્રોમ હોમ એલાઉન્સની જાહેરાત કરી શકે તેવું અનુમાન છે.

Deloitteએ તેની પ્રી-બજેટ નોટમાં બજેટમાં આ બાબતની જાહેરાત કરવાની આશા પણ વ્યક્ત કરી છે. Deloitteએ કરદાતાઓને વર્ક ફ્રોમ હોમ એલાઉન્સ તરીકે પચાસ હજાર રૂપિયા કર કપાત આપવાનું સૂચન કર્યું છે. ICAI (ઈન્સ્ટિટ્યુટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા) એ પણ વર્ક ફ્રોમ હોમ હેઠળ ઘરેથી કામ કરનારાઓને વધારાની ટેક્સ છૂટ આપવાનું સૂચન કર્યું છે. ICAIએ આ અંતર્ગત સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારીને એક લાખ રૂપિયા કરવાનું સૂચન કર્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top